RSS
લિંક

                        ગુણવંત શાહ

જન્મ: 12-3-1937

જન્મસ્થળ : રાંદેર ,જિ: સુરત

પિતા: ભૂષણલાલ શાહ

અભ્યાસ : પ્રાથમિક શિક્ષણ : રાંદેર માં

માધ્યમિક : શિક્ષણ : જૈન હાઈસ્કુલ,સુરતમાં

ઉચ્ચશિક્ષણ : બી.એસ.સી [1959માં] (રસાયણ વિજ્ઞાન)

                બી.એડ્ : મહારાજા સયાજીરાવ યુનિ.માં

                એમ.એડ્: મહારાજા સયાજીરાવ યુનિ.માં

                પી.એચ.ડી : મહારાજા સયાજીરાવ યુનિ.માંથી

વ્યવસાય: રીડર(પ્રાધ્યાપક):અમેરીકાની મિશિગન યુનિ.માં(1967થી 1978)

અધ્યક્ષ : ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ,મદ્રાસમાં(1972થી1973)

             એસ.એ,ડીટી.યુનિ.મુંબઇ માં (1973થી1974)

             દક્ષિણ ગુજરાત યુનિ.માં (1974 થી … )

 સન્માન : ચંદ્રક : રણજિતરામ સુવર્ણચંદ્રક (1997)

               પારિતોષિક : ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા(1998)માં

                                  ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા( 9188)માં   

સાહિત્ય પ્રદાન :

કવિતાસંગ્રહ :  વિસ્મયનું પરોઢ(1980) //

નવલકથા: રજકણ સૂરજ થવાને શમણે (1968) // મૉટેલ(1968)// પવનનુંઘર (1995) //

નિબંધ : રણ તો લીલાછંમ (1978) // ગાંઘીની ઘડિયાર // કાર્ડિયોગ્રામ(૧૯૭૭)//      વગડાને તરસ ટહુકાની (૧૯૭૯)// વિચારોના વૃંદાવનમાં (૧૯૮૧)// મનનાં મેઘધનુષ (૧૯૮૫)//

પ્રવાસ :કોલંબસના હિન્દુસ્તાનમાં(1966) // આપણે પ્રવાસી પારાવારમાં //   

 

 

ટૅગ્સ: , , , , ,

લિંક

                        વર્ષા અડાલજા

જન્મ : 10-4-1940

જન્મસ્થળ : મુંબઈ

વતન : જામનગર

પિતા: ગુણવંતરાય  આચાર્ય  

માતા: લલિતાબહેન

પતિ : મહેન્દ્રભાઈ

અભ્યાસ : B.A (1960) ( ગુજરાતી /સંસ્કૃત)

              M.A (1962) (સમાજશાસ્ત્ર)

             ડિપ્લોમા ઇન ડ્રામેટીક્સ

વ્યવસાય : લેખનકાર્ય,

            પ્રવકતા : મુંબઇ આકાશવાણી (1961 થી 1965)

            તંત્રી : ‘સુધા’ માં (1971 થી 1975)  

પારિતોષિક :

રણજિતરામ સુવર્ણચંદ્રક (2005)

નંદશંકર મહેતા ચંદ્રક (2003)

શ્રી ક.મા.મુનશી એવૉર્ડ(1997)

ગુજરાત સાહિત્ય અકાદમી એવૉર્ડ(2004)  

સાહિત્ય અકાદમી દિલ્હી એવૉર્ડ(1992)

રમનારાયણ પાઠક ટૂંકીવાર્તા પુરસ્કાર (2004)

સાહિત્ય પ્રદાન

નવલકથા :

શ્રાવણ તારાં સરવડાં (1968) // તિમિરના પડછાયા (1969) // રેતપંખી (1974) // પગલાં (1983)// બંદીવાન (1986) //મૃત્યુદંડ (1996) // માટીનું ઘર(1991) // શગરે સંકોરૂં (2004)//

નાટક :

આ છે કારાગાર (1986) // તિરાડ(2003) // શહીદ(2003)// વાસંતી કોયલ(2006)

નિબંધ :

પૃથ્વીતીર્થી (1994) //આખું આકાશ એક પિંજરામાં (2007)//

પ્રવાસ :

ઘૂઘવે છે જળ (2002) // શિવોહમ્ (2006) // શરણાગત (2007) //

લઘુનવલ :

ખરી પડેલો ટહૂકો (1983) //

વાર્તા સંગ્રહ :

સાંજને ઉંબરે (1983) // એંધાણી (1989) //

વર્ષા અડલજાની શ્રેષ્ઠ વાર્તાઓ (1992) //

સંપાદન :

અમરપ્રેમકથાઓ (2000)  

 

 

ટૅગ્સ: , , , , , , ,

લિંક

                          રઘુવીર ચૌધરી

જન્મ : 5-12-1938

જન્મસ્થળ : બાપુપુરા ( તા: માણસા ,જિ: મહેસાણા )

પિતા: દલસિંહ

માતા: જીતીબા

ઉપનામ : લોકાયતસૂરિ / વૈશાખનંદન

અભ્યાસ : પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ માણસામાં લીધેલું .

           (S.S.C-1956માં)

            B.A (1960 ) માં હિન્દી વિષય સાથે (પ્રથમવર્ગ)

            M.A (1962) માં

            Phd (1979) માં હિન્દી,ગુજરાતી ધાતુકોષ પર.

વ્યવસાય :

અધ્યાપક : બી.ડી.આર્ટસ કોલેજ // ગુજરાત વિદ્યાપીઠ// હ.કા આર્ટસ કોલેજ

                ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનમાં સેવા આપી.

પૂર્વ અધ્યક્ષ : હિન્દી/ ગુજરાતી ભાષાભવન (ગુજરાત યુનિવર્સિટી , અમદાવાદ)

                 [અત્યારે પણ ખેતીવાડી વ્યવસાય ચાલુ ]

                 [ સમાજની સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.]

સન્માન :        ગુજરાતી સાહિત્યનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર : જ્ઞાનપીઠ પુરસ્કાર

પારિતોષિક :     રણજિતરામ સુવર્ણચંદ્રક (1975)

                       કુમાર ચંદ્રક ( 1975)

                      દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ(1990)  

                      દર્શક એવોર્ડ ( 1994)

                      શ્રી ક.મા. મુનશી સુવર્ણ્ચંદ્ર્ક ( 1997)

                     નંદશંકર મહેતા ચંદ્ર્ક (1995)

                     ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર

                     ગુજરાતી સાહિત્ય અકદમી પુરસ્કર

સાહિત્ય પ્રદાન :

નવલકથા :

પૂર્વરાગ// અમૃતા// આવરણ // એકલવ્ય// તેડાગર // પરસ્પર// સખીઓ // વેણુવત્સલા// ઉપરવાસયત્રી // સહવાસ// અંતરવાસ// લાગણી // શ્રાવણી રાત // રુદ્રમહાલય // કંટકટર //પંચપુરાણ // પ્રેમઅંશ   

નવલિકા :

આકસ્મિક સ્પર્શ // ગેરસમજ // બહાર કોઈ છે // નંદીપર// અતિથિગૃહે //

નાટક :

અશોકવન // ઝૂલતા મિનારા // ડીમલાઈટ // સિકંદર સાની // ત્રીજો પુરુષ // નજીક

કવિતા :

તમસા // વહેતા વૃક્ષ પવનમાં // ફૂટ્પાથ અને શેઢો // પાદરના પંખી

રેખા ચિત્ર :

સહરાની ભવ્યતા // તિલક કરે રઘુવીર

નિબંધ:

રક્ષિતરૂપ// પ્રેમ અને કામ //  

મહાનિબંઘ :

હિન્દી–ગુજરાતી ધાતુકોશ

સંપાદન :

સ્વામીનારાયણ સંત સાહિત્ય  

પ્રવાસ :

બારીમાંથી બ્રિટન //    

ધોરણ =10 (ગુજરાતીમાં )

            ભૂલી ગયા પછી

           સાહિત્ય પ્રકાર : એકાંકી  

  

 

 

ટૅગ્સ: , , , , , , , ,

લિંક

                                   વિનોદ જોશી

ASHOK JOSHI

જન્મ તારીખ : 13-8-1955

જન્મસ્થળ : ભોરીંગડા ,જિ: અમરેલી (સૌરાષ્ટ્ર)

વતન : બોટાદ,ભાવનગર  

 પિતા : હરગોવિંદભાઈ જોશી

પત્ની : વિમલ

પુત્ર : અનિરુધ્ધ

અભ્યાસ : એમ.એ (1977)

              પીએચ.ડી (1980)

વ્યવસાય : અધ્યાપક અને અધ્યક્ષ : ગુજરાતી સાહિત્યભવન , ભાવનગર યુનિવર્સિટી

                 ડીન ફેકલ્ટી ઑફ આટ્ર્સ , ભાવનગર યુનિવર્સિટી.

સાહિત્ય પ્રદાન : ઓડીયો કેસેટ : ‘પરંતુ’ (1986)

                        કવિતાસંગ્રહ : ‘શિખંડી’ (1985)

                         પત્રકથા : ‘મોર પિચ્છ’ (1999)

                         પદ્યવાર્તા : ‘તુણ્ડિલ તુણ્ડિક’ (1987)

                        વિવેચન : સોનેટ(1984) // અભિપ્રેત (1986)// ઉદ્દ્ગ્રીવ(1995)

                       નિવેશ (1995) //અમૃત ઘાયલ વ્યક્તિમત્તા અને વાડ્મય (1988)

                       સંપાદન : નીરક્ષીર (1994) //રેડીયો નાટક ( 1991)//

                        સાહિત્યનો આસ્વાદ(1992) // રાસ તરંગિણી (1995)//

                       સંશોધન : રેડિયો નાટક : સ્વરૂપ સિદ્ધાંત(1986)                        

પારિતોષિક : ‘પરંતુ’ કવિતાસંગ્રહ : કવિ જયંત પાઠક પારિતોષિક.

                   ‘નિવેશ’ વિવેચન : (1994) ગુજરાતી સાહિત્ય પરિષદ 

એવૉડ :  ‘ઝાલર વાગે જૂઠડી‘ કવિતાસંગ્રહ (1986) ક્રિટિક્સ એવૉડ  

              ‘ઝાલર વાગે જૂઠડી‘ કવિતાસંગ્રહ (1989) ઉમાશંકર જોશી એવૉડ

                ગુજરાતી (પ્રથમ ભાષા) ધોરણ =10 (કાવ્ય)   

                          હું એવો ગુજરાતી

હું એવો ગુજરાતી,

જેની;

હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી …..

અંગે અંગે વહે નર્મદા , શ્વાસોમાં મહીસાગર,

અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર;

હું સાવજની ત્રાડ , હું જ ગરવી ભાષા લચકાતી ….. હું એવો ગુજરાતી

નવરાત્રિ નો ગર્ભદીપ હું, હું શત્રુંજય –શૃંગ ,

સૂર્યમંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ,

હું ગિરનારી ગોખ, દ્વારિકા હું સુધારસ પાતી ….. હું એવો ગુજરાતી .

દુહા- છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન ,

મીરાંની કરતાલ હું જ ,હું નિત્ય એક આખ્યાન;

વિજાણંદનું હું જંતર ,હું નરસૈંની પરભાતી …. હું એવો ગુજરાતી

હું ગાંધીનું મૌન,હું જ સરદાર તણી છું હાક,

હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક;

હું સંતોનું સૌમ્ય સ્મિત , તલવાર શૂરની તાતી …. હું એવો ગુજરાતી

હું મારી માટીનો જાયો,હું ગુર્જર અવતાર ,

મારે શિરે ભારતમાતાનો આશિષનો વિસ્તાર ;

હું કેવળ હું હોઉં છતાં , હું સદા હોઉં મહાજાતિ …. હું એવો ગુજરાતી

 [ હું ગુજરાતી હોવાની  ગૌરવગાથા કવિ વિનોદ જોશીએ ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે.]

 

 

ટૅગ્સ: , , , , , , ,

લિંક

                                  અશોક ચાવડા

                      કવિ :  અશોક ચાવડા

જન્મતારીખ : 23-8-1978

જન્મસ્થળ : ભાવનગર ( સૌરાષ્ટ્ર)

વતન : મનડાસર ( સુરેન્દ્ર્નગર)

પિતા: પીતામ્બરભાઈ ચાવડા

અભ્યાસ : બી.એ

               બી.કોમ

              એમ.ડી.સી

વ્યવસાય :  માહિતી અને જનસંપર્ક અધિકારી શ્રી

                 ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી( મદદનીશ રજિસ્ટ્રાર)

                 પત્રકાર

                પૂર્વ સહસંપાદક : ‘કુમાર’માસિક

ઉપનામ : ‘બેદિલ’

પુરસ્કાર : સાહિત્ય અકાદમી દિલ્હી (યુવાપુરસ્કાર)

               ગુજરાત સાહિત્ય અકાદમી ( યુવા ગૌરવ પુરસ્કાર)

સાહિત્ય પ્રદાન :

            ગઝલ સંગ્રહ : ‘પગલાં તળાવમાં’ (2003)

                               ‘પગરવ તળાવમાં’

            કવિતા સંગ્રહ : ‘ડાળખીથી સાવ છૂટા’  

ગુજરાતી (પ્રથમભાષા) ધોરણ =10 

દીકરી     (સાહિત્યપ્રકાર=ગઝલ)

સ્વર્ગની એકેક દેવીની ઝલક માં દીકરી :

છે સુખડ-ચંદન ને કુમકુમ નાં તિલકમાં દીકરી .

સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે.

કોતરો છે કોઈ વરસોથી ખડકમાં દીકરી.

લાજ-મર્યાદ, શરમ ગૌરીવ્રતોની હારમાં

ઊછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી .

જે શિરે હું હાથ ફેરવતો , હવે એ હાથ દે,

વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી .

સૂર,શરણાઈ,સગાંસંબંધીઓની ભીડ્માં,

રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી .

 

 

 

 

ટૅગ્સ: , , , , , , , , ,

લિંક

 

ગુજરાતી સાહિત્યના સાહિત્યકારો

(લેખક / કવિ) પરિચય

 અનુક્રમણિકા

 

સાહિત્યકાર (લેખક / કવિ )

લેખક /કવિ પરિચય માટે અહિં કિલક કરો .

  Ctrl + click    to-follow link

1

અખો

http://wp.me/p3UyZA-6l

2

અશ્વિની ભટ્ટ

http://wp.me/p3UyZA-9j

3

આદિલ

http://wp.me/p3UyZA-dj

4

ઇન્દુલાલ યાજ્ઞિક

http://wp.me/p3UyZA-eu

5

ઉમાકાન્ત વજેશંકર રાજગુરુ

http://wp.me/p3UyZA-aL

6

ઉષા ઉપાધ્યાય

http://wp.me/p3UyZA-dv

7

કનૈયાલાલ મુનશી

http://wp.me/p3UyZA-38

8

કવિ ઉમાશંકંકર જોશી

http://wp.me/p3UyZA-2K

9

કવિ કલાપી

http://wp.me/p3UyZA-bU

10

કવિવર પ્રેમાનંદ

http://wp.me/p3UyZA-ba

11

કાકા કાલેલકર

http://wp.me/p3UyZA-87

12

કિશનસિંહ ચાવડા

http://wp.me/p3UyZA-fs

13

કુમારપાળ દેસાઇ

http://wp.me/p3UyZA-xC

14

કે. કા .શાસ્ત્રી

http://wp.me/p3UyZA-d2

15

કેશવલાલ ધ્રુવ

http://wp.me/p3UyZA-dR

16

ગંગાસતી

http://wp.me/p3UyZA-4m

17

ગાંધીજીબાપુ

http://wp.me/p3UyZA-4u

18

ગુણવંતરાય આચાર્ય

http://wp.me/p3UyZA-eB

18

ગો.મા. ત્રિપાઠી

http://wp.me/p3UyZA-3Z

20

ગૌરીશંકર જોશી

http://wp.me/p3UyZA-8G

21

ચંદરવાકર પુષ્કર

http://wp.me/p3UyZA-7u

22

ચંદ્રવદન.ચી.મહેતા

http://wp.me/p3UyZA-5V

23

ચુનીલાલ વર્ધમાન શાહ

http://wp.me/p3UyZA-bD

24

જય ભિખ્ખુ

http://wp.me/p3UyZA-5m

25

જયંત ખત્રી

http://wp.me/p3UyZA-7r

26

જયોતીન્દ્ગ દવે

http://wp.me/p3UyZA-6c

27

જીવરામ જોશી

http://wp.me/p3UyZA-d7

28

જેઠાલાલ ત્રિવેદી

http://wp.me/p3UyZA-g5

29

ઝવેરચંદ મેઘાણી

http://wp.me/p3UyZA-3e

30

ડો.ચિમનલાલ ત્રિવેદી

http://wp.me/p3UyZA-ca

31

ડોલરરાય માંકડ

http://wp.me/p3UyZA-6N

32

ત્રિભુવનદાસ લુહાર

http://wp.me/p3UyZA-5x

33

      દર્શક

http://wp.me/p3UyZA-h7

34

દલપતરામ

http://wp.me/p3UyZA-4h

35

દુલા ભાયા કાગ

http://wp.me/p3UyZA-dT

36

નંદશંકર મહેતા

http://wp.me/p3UyZA-f2

37

નગીનદાસ પારેખ

http://wp.me/p3UyZA-7b

38

નરસિંહ મહેતા

http://wp.me/p3UyZA-2P

39

નરસિંહરાવ દિવેટિયા

http://wp.me/p3UyZA-7o

40

નવલરામ ત્રિવેદી

http://wp.me/p3UyZA-7e

41

નાનાભાઇ ભટ્ટ

http://wp.me/p3UyZA-l7

42

ન્હાનાલાલ

http://wp.me/p3UyZA-4V

43

પન્નાલાલ પટેલ

http://wp.me/p3UyZA-4R

44

પિનાકિન ઠાકોર

http://wp.me/p3UyZA-6I

45

પીતાંબર નરસિંહભાઇ પટેલ

http://wp.me/p3UyZA-bt

46

પૂજાલાલ

http://wp.me/p3UyZA-7Q

47

પ્રહલાદ પારેખ

http://wp.me/p3UyZA-8Y

48

પ્રિયકાન્ત મણિયાર

http://wp.me/p3UyZA-8A

49

ફાધર વાલેસ

http://wp.me/p3UyZA-f5

50

બ.ક. ઠાકોર

http://wp.me/p3UyZA-ci

51

બાબુભાઇ પટેલ

http://wp.me/p3UyZA-fw

52

બેફામ

http://wp.me/p3UyZA-hb

53

ભાલણ

http://wp.me/p3UyZA-75

54

ભીખુ કવિ

http://wp.me/p3UyZA-fk

55

ભોગીલાલ ગાંધી

http://wp.me/p3UyZA-by

56

ભોળાભાઈ પટેલ

http://wp.me/p3UyZA-wb

57

મકરંદ દવે

http://wp.me/p3UyZA-wT

58

મણિશંકર રત્નજી ભટ્ટ

http://wp.me/p3UyZA-62

59

મધુસુદન ઠાકર

http://wp.me/p3UyZA-g8

60

મધુસુદન પારેખ

http://wp.me/p3UyZA-fA

61

મનસુખલાલ ઝવેરી

http://wp.me/p3UyZA-fn

62

મનસુખલાલ સલ્લા

http://wp.me/p3UyZA-xs

63

મનુભાઇ પંચોળી

http://wp.me/p3UyZA-9r

64

મફત ઓઝા

http://wp.me/p3UyZA-ej

65

મરીઝ

http://wp.me/p3UyZA-co

66

મહીપતરામ નીલકંઠ

http://wp.me/p3UyZA-6o

67

મહેન્દ્ર મેઘાણી

http://wp.me/p3UyZA-ij

68

મીરાંબાઇ

http://wp.me/p3UyZA-1t

69

મોહનભાઇ પટેલ

http://wp.me/p3UyZA-84

70

મોહનભાઇ ભટ્ટ

http://wp.me/p3UyZA-9p

71

રણજિતરામ મહેતા

http://wp.me/p3UyZA-8t

72

રમણલાલ જોશી

http://wp.me/p3UyZA-9L

73

રમણલાલ વ. દેસાઇ

http://wp.me/p3UyZA-3v

74

રમેશ જાની

http://wp.me/p3UyZA-6F

75

રા.વિ.પાઠક

http://wp.me/p3UyZA-3x

76

રાજેન્દ્ર શાહ

http://wp.me/p3UyZA-5u

77

ર્ડા.કૃષ્ણલાલ શ્રીધરાણી

http://wp.me/p3UyZA-8e

78

વેણીભાઇ પુરોહિત

http://wp.me/p3UyZA-gJ

79

શામળ ભટ્ટ

http://wp.me/p3UyZA-55

80

શિવકુમાર જાની

http://wp.me/p3UyZA-9a

81

શિવદાન ગઢવી

http://wp.me/p3UyZA-e6

82

શેખાદમ આબુવાલા

http://wp.me/p3UyZA-cs

83

સંત કવિ રવિદાસ

http://wp.me/p3UyZA-fZ

84

સુરેશ જોશી

http://wp.me/p3UyZA-6A

85

સૈફ પાલનપુરી

http://wp.me/p3UyZA-e3

86

હરિકૃષ્ણ પાઠક

http://wp.me/p3UyZA-9J

87

હરીન્દ્ર દવે

http://wp.me/p3UyZA-h1

88

હસમુખ પાઠક

http://wp.me/p3UyZA-7Y

 

ભીખાભાઈ બી પટેલ

M : 9277552104

http://www.gnansarita  wordpress.com

ભૂલચૂક માટે  ક્ષમા

 

ટૅગ્સ: , , , , ,

લિંક

 ગુજરાતી સાહિત્ય સ્વરૂપ – ભાગ = 2  

    ( ચોપાઈ , ઉખાણાં , ગરબા , ગરબી ) 

                [5] ચોપાઈ

ચાર ચરણ હોય છે.

ચોપાઈમાં જીવનવિષયક ઉપદેશ ,સદાચાર અને વિવેકનું મહત્ત્વ જોવા મળે છે.

ચોપાઈ સરળ વાણીમાં રજૂ કરાય છે.

તુલસીદાસજીની ચોપાઈઓ જગતવિખ્યાત છે.

ઉદાહરણ

મહાવીર બિક્રમ બજરંગી , કુમતી નિવાર સુમતિ કે સંગી;

કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા;

                         તુલસીદાસજી (હનુમાન ચાલીસા-2)

મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ;

રાજા થઈને લૂંટી લેય,કોણ આગળ જઈ કહેય ?

                                                    શામળ  

                 [6] ઉખાણાં

લોક અનુભવમાંથી ઉખાણાંનો જન્મ થયો છે.

ઉખાણાં માટે લોકોક્તિ શબ્દ પણ વપરાય છે.

વિષયનું કથન, શબ્દસાધના દ્વારા અર્થપૂર્ણ અને ઉત્તમકળા

ઉખાણાંમાં નજરે પડે છે.

ઉખાણાં કહેવતની અત્યંત નિકટ છે.

ઉદાહરણ

અતિશે ઉજ્જળો અંગે, થયો કાળો તે કરમે;

ખટ દર્શન, ખટ શાસ્ત્ર, ધરે અંતરમાં ધરેમે;

પોતે જાત પવિત્ર, નાવા-ધોવાથી નાસે;

જળ પીયે જીવે નહિ, પલક ન રહે જળ પાસે;

પરમાર્થી પરાક્રમી ઘણો , પર મુલકમાંપરવરે;

શામળ કહે શાહ સુલતાન સહુ, અધિકા આશ એની કરે.

      (ઉત્તર:કાગળ)                   શામળ

                   [7]  ગરબો

સમુહનૃત્યનો એક પ્રકાર છે.

ગરબામાં માતાજીની ભક્તિ-સ્તુતિનો સમાવેશ થયો હોય છે . 

ગરબામાં ઐતિહાસિક,સામાજિક,ધાર્મિક પ્રસંગોને વણી લેવામાં આવે છે.

ગરબો સ્થૂળ સ્વરૂપનો લાંબો અને વર્ણનાત્મક હોય છે.

ગરબાના પ્રણેતા વલ્લભ ભટ્ટ (મવાડા) ને ગણવામાં આવે છે.

ઉદાહરણ

આઈ આજ મુને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,

ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા.

અલવે આળ પંપાળ,અપેક્ષા આણી મા,

છો ઇચ્છા પ્રતિપાળ , દ્યો અમૃત વાણી મા.

                 (આનંદનો ગરબો)  વલ્લભ ભટ્ટ

                   [8] ગરબી

સમુહનૃત્યનો એક પ્રકાર છે.

ગરબીમાં માતાજીની ભક્તિ-સ્તુતિ સાથે વૈષ્ણવ ભક્તિ જોવા મળે છે.

ગરબીમાં રસાત્મકતા હોય છે.

ગરબી ગરબા કરતાં વધારે નાજુક સ્વરૂપની,સુક્ષ્મ ભાવવાળી હોય છે.

ગરબીએ ઊર્મિગીતનું કલાત્મક સ્વરૂપ છે.

દયારામની ગરબીઓ પ્રખ્યાત છે.

ઉદાહરણ

લોચનમનનો રે ! કે ઝઘડો લોચનમનનો  !

રસિયા તે જનનો રે ! કે ઝઘડો લોચનમનનો  !

પ્રીત પ્રથમ કોણે કરી , નંદકુંવરની સાથ ?

મન કહે,’લોચન ! તેં કરી, લોચન કહે,’તારેહાથ.’

                               ઝઘડો લોચનમનનો  !

                                        દયારમ ભટ્ટ  

દુહા ,મુકતક ,કાફી ,પદ્યવાર્તા  ( હવે પછીના ભાગમાં) 

 

ટૅગ્સ: , , , , ,