RSS

છત્રી|| પાઠ = ૮ || ધોરણ-૧૦ ||

13 એપ્રિલ

રતિલાલ બોરીસાગર

પાઠ = ૮

છત્રી

સાહિત્ય પ્રકાર : હાસ્યનિબંધ

સાહિત્યકૃતિ : ‘\ હસ્યમ્ ’ માંથી

લેખક પરિચય

રતિલાલ બોરીસાગર

જન્મ : ૩૧ – ૦૮ – ૧૯૩૮

જન્મસ્થળ : સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં

પિતા : મોહનલાલ બોરીસાગર

માતા : સંતોષબેન

પત્ની : સુશીલાબેન (લગ્ન:1963)માં

અભ્યાસ : એમએ,બીએડ્,પીએચડી.

વ્યવસાય : શિક્ષક અને પ્રોફેસર તરીકે સેવા આપી.

પાઠ્યપુસ્તક મંડળના નિયામક તરીકે સેવા આપી.

શબ્દ સમજૂતી

સાચી જોડણી

પરિસ્થિતિ

મિનિટ

પ્રામાણિક

ઑફિસ

ટેલિફોન

એંશી

શબ્દાર્થ

સાન્નિધ્ય = સમીપતા

કારગત = સફળ

ઓછાડ = ઢાંકવા-પાથરવાનું વસ્ત્ર

ચંચળ = ચકોર,ચાલાક

ક્ષમાયાચના = ક્ષમા માગવી તે

ગળું = ગરદન

એકરાર = હા પાડવી તે

વિરુદ્ધાર્થી શબ્દો

પહેલો × છેલ્લો

ખરીદી × વેચાણ

વ્યવહારુ × અવ્યવહારુ

સજ્જન × દુર્જન

ઉધાર × રોકડું

ક્ષમા × શિક્ષા

સંધિ છોડો  

રવીન્દ્ર = રવિ + ઇન્દ્ર (ઇ + ઇ = ઈ )

વ્યવહાર = વિ + અવહાર (ઇ + અ = ય )

સજ્જન = સત્ + જન

શ્રદ્ધા = શ્રત્ + ધા

સમાસ ઓળખાવો

બે ત્રણ = બે કે ત્રણ = વૈકલ્પિક દ્વંદ્વ સમાસ

ચાતુર્માસ = ચાર માસનો સમૂહ = દ્વિગુ કર્મધારય સમાસ

પ્રભુભજન = પ્રભુનું ભજન = ષષ્ઠી તત્પુરુષ સમાસ

ચા-પાણી = ચા અને પાણી = ઇતરેતર દ્વંદ્વ સમાસ

રુઢિપ્રયોગ

ફાંફાં મારવા = વ્યર્થ પ્રયત્ન કરવો.

વિરામચિહ્ન : પ્રશ્નાર્થ ચિહ્ન :

પ્રશ્નાર્થ ચિહ્નને લીધે કેવળ વિરામ સૂચવાતો નથી પરંતુ વાક્યમાંનો ભાવ આરોહ-અવરોહ પામે છે. ઉદાહરણ તરીકે :

(૧) તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા ?

(૨) ખોવાય જ નહિ એવી છત્રી તમે રાખો છો ?

સમાનાર્થી શબ્દો

વરસાદ = વૃષ્ટિ,મેઘ,મેહ,મેહુલો,પર્જન્ય,મેવલિયો.

દિવસ = દહાડો,દિન,દી,અહર્.

જગત = દુનિયા,વિશ્વ,સૃષ્ટિ,આલમ,દહર.

ધરતી = પૃથ્વી,અવનિ,અચલા,ધરણિ,ધરા,ધરિત્રી,ભૂ,વસુધા.

શ્રદ્ધા = આસ્થા,યકીન,વિશ્વાસ,નિષ્ઠા.

સ્વાધ્યાય

પ્રશ્ન – ૧  ‘છત્રી પાઠના લેખકનું નામ જણાવો.

         રતિલાલ બોરીસાગર

પ્રશ્ન – ૨  ‘છત્રી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.

         હાસ્ય નિબંધ

પ્રશ્ન – ૩  ‘છત્રી પાઠનો સાહિત્યકૃતિ જણાવો.

              ‘\ હાસ્યમ્’ માંથી

પ્રશ્ન – ૪ લેખકશ્રીના પિતાજીનું નામ જણાવો.

         મોહનલાલ બોરીસાગર

પ્રશ્ન – ૫  રતિલાલ બોરીસાગરનું જન્મ સ્થળ જણાવો.

           સાવરકુંડલા

પ્રશ્ન – ૬  પોતાન કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ કયો હુકમ કર્યો ?

           આખા રાજયની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો.

પ્રશ્ન – ૭  લેખકને કઈ છત્રી ગમી ગયેલી ?

           શ્યામલ શ્યામ છત્રી ગમી ગયેલી.

પ્રશ્ન – ૮  ‘છત્રી હાસ્યનિબંધમાં ક્યાં લેખકશ્રીની વાર્તા નોંધાયેલી છે ?

           રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા નોંધાયેલી છે.

પ્રશ્ન – ૯ છત્રી ઉપર લેખકને શું લખાવાનો વિચાર હતો ?

          પોતાનો બાયોડેટા લખાવાનો વિચાર હતો.

પ્રશ્ન – ૧૦ એક માણસે રાજાના કુંવર માટે શું સીવી આપ્યું હતું  ?

          ચામડાના બુટ સીવી આપ્યા હતા.

પ્રશ્ન – ૧૧ છત્રી લીધી પછી કેટલા દિવસે રાજકોટથી પત્ર મળ્યો હતો ?

            છત્રી લીધી પછી વીસ દિવસે રાજકોટથી પત્ર મળ્યો.

પ્રશ્ન – ૧૨ છત્રી ન ખોવાય તે અંગેની સલાહમાં કઈ સલાહ પાઠમાં ઉલ્લેખ નથી ?

         (A) તમે ચાતુર્માસમાં ઘરે જ રહો.

               (B)  એકટાણાં કરો ને પ્રભુભજન કરો.

               (C)  રંગબેરંગી છત્રી ખરીદો.

               (D)  છત્રી ઉપર નામ-સરનામું લખાવો.

 
Leave a comment

Posted by on એપ્રિલ 13, 2021 માં Uncategorized

 

Leave a comment