RSS

અલંકાર અને તેના પ્રકાર

29 ઓગસ્ટ

અલંકાર

અલંકાર એટલે શું ?

સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.

  શબ્દાલંકાર  એટલે શું ?

     વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .

 અર્થાલંકાર એટલે શું ?

        વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .

 ઉપમેય એટલે શું ?

        જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…

 ઉપમાન એટલે શું ?

     જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે…

 સાધારણ ધર્મ એટલે શું ?

     બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.

ઉપમાવાચક શબ્દો એટલે શું ?

       બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે.

   શબ્દાલંકારના પ્રકાર

(૧) વર્ણાનુપ્રાસ  (વર્ણસગાઇ)

(૨) યમક (શબ્દાનુપ્રાસ)

(૩) આંતરપ્રાસ  (પ્રાસસાંકળી)

(૪) અંત્યાનુપ્રાસ

અર્થાલંકારના પ્રકાર

 (૧) ઉપમા     (૨)  ઉત્પ્રેક્ષા

(૩) રૂપક      (૪) અનન્વય     (૫)  વ્યતિરેક     (૬)  શ્લેષ

(૭) સજીવારોપણ      (૮) વ્યાજસ્તુતિ

 (૧) વર્ણસગાઇ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ અલંકારઃ—

       વાકય કે પંકિતના પ્રારંભે એકનોએક વર્ણ બે કે બે થી વધારે વખત આવી વાકયમાં ચમત્કૃતિ સર્જે ત્યારે.. ..

ઉદાહરણઃ—

  નિત્યસેવા,નિત્ય—કીર્તન—ઓચ્છવ નિરખવા નંદકુમાર રે.

  જેને ગોવિંદા ગુ ગાયા રે.

  ટવર નિરખ્યા નેન તે…

  માડી મીઠી,સ્મિતધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી.

  પુરી કાશી,કાંચી,વધ,મથુરાને વર સૌ

 (૨) શબ્દાનુપ્રાસ, યમક, ઝટ અલંકારઃ—

      જ્યારે વાકયમાં પંકિતમાં એક સરખા  ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ                ધરાવતા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જય ત્યારે.

ઉદાહરણઃ—

   કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો.

  જાંબાળાખોપાળાતગડીને ભડી…નેભાવનગર…

   હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.

 અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા.

  દીવાનથી દરબારમાંદીવા નથી છે અંધારું ઘોર.

(૩) આંતરપ્રાસ, પ્રાસસાંકળીઃ—

             પહેલા ચરણના છલ્લો શબ્દનો અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે..

ઉદાહરણઃ—

   જતો હતો અંધ થતી નિશામાં,સુગુપ્ત રાજગૃહની દિશામાં.

  વિચારનો નેઞ જલે ભરાય છે,શરીરનું ચેતન ત્યાં હરાય છે.

  પાનેપાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતા વાત.

  સામા સામા રહયાં શાભે,વ્યોમ ભોમ બે સોય.

  વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.

         વિદ્યા ભણિયો જેહ,કામનીકંચન ચૂડો.

(૧) ઉપમા અલંકારઃ—

ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે….

 ઉપમાવાચક શબ્દો (શું,શી,શા,જેવું,જેવા,જેવી,જેમનું,તેમનું,સરખું,સમોવડું,તુલ્ય,પેઠે,માફક,સમાન,)

ઉદાહરણઃ—

  પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.

  મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.

  સંતરાની  છાલ જેવો તડકો વરસે છે.

  ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.

  શામળ કહે બીજાબાપડા, પ્હાણ સરીખા પારખ્યા.

(૨) ઉત્પેક્ષા અલંકારઃ—

ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના/શકયતા વ્યકત કરવામાં આવે ત્યારે.. .. ..

ઉત્પેક્ષા વાચકશબ્દોઃ—જાણે,રખે,શકે

ઉદાહરણઃ—

૧ જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.

૨ વપુ-તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર-ભાણ.

૩ જયાં-ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ.

૪ દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથી માંથી જ મળેલા.

૫ થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં.

(૩) રૂપક અલંકારઃ—

      ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે …

ઉદાહરણઃ—      

        બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી.

       ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.

       ધણી સુરભિ સુત છે.

       હરખને શોક ની નાવે  જેને હેડકી.

      ઊંગતાને પાયે જગની જેલ.

અનન્વય અલંકારઃ—

           ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે…

ઉદાહરણઃ—     

    મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો.

    હિમાલય એટલે હિમાલય.

    આકકાનું વર્તન એટલે આકકાનું વર્તન,

    માતેમા બીજા બધા વગડાના વા.

  મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો.

વ્યતિરેક અલંકારઃ—

           ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે ..

ઉદાહરણઃ

  બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું.

  કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું !

  સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માઞ.

  ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે.

  તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે.

શ્લેષ અલંકારઃ—

  જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી (અર્થાત્‌)

  એક જ શબ્દના બે કે બેથી વધારે અર્થ બને ત્યારે…

ઉદાહરણઃ—     

  જવાની તો આખરે જવાની છે.

  સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે.

  રવિને પોતાનો તડકો ન ગમેતો જાય કયાં.

  હું માનવી માનવ થાઉં તો ઘણું.

  તપેલી તપેલી છે.

સજીવારોપણ અલંકારઃ—

           નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોહણ કરવામાં આવે ત્યારે.. .. ..

૧ નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.

૨ ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.

૩ સડક પડખું વાળીને સુઇ ગઇ.

૪ રાતે તડકાએ રસ્તામાં રાતવાસો કર્યો.

૫ ઋતુઓ ને દૂરદૂર વહીજતી જોવું છું.

 નીચેના વાકયોના અલંકારના પ્રકાર જણાવો .

૧ હરિના જનતો મુકિત ન માગે,માગે જનમોજનમ અવતાર .

૨ ભૂતળ ભકિતપદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહી રે..

૩ શામળ કરે બીજા બાપડા પ્હાણ સરીખા પારખ્યા.

૪ જે જોયું તે જાય,ફૂલફુલ્યું તે ખરશે.

૫ મન ! લોચનનો પ્રાણતું,લોચન મન કાય. !

૬ હરખે શોકની નાવે જેને હેડકી.

૭ જતો હતો અંધ થતી નિશામાં;

      સુગુપ્ત રાજગૃહની દિશામાં.

૮ ત્યાં તો પેલી ચપળદીસતી વાસળી જાય ચાલી.

૯ ને આ બુઠ્ઠોવડ પણ નકારે જ માંથુ હલાવી.

૧૦ ઊંગતાને પાયે જગની જેલ.

૧૧ ફૂંટી એને રૂંવેરૂંવે આંખ.

૧૨ ખૂદી તો ધરતી ખમે,વાઢીખમે વનરાઇ.

૧૩ સાપ એટલે ચક્ષુઃશ્રવા.

૧૪ છકડો જીવતું પ્રાણી બની ગયેલો.

૧૫ પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.

૧૬ ભણેલી સ્ત્રીઓથી સંસાર એક રમણીય બાગ લાગે છૈ.

૧૭ ઋતુઓ વૃક્ષોનો વહાલ કરતા થાકતાં નથી.

૧૮ ઋતને દૂરદૂર વહીજતી જોઇ રહું છું.

૧૯ દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથીમાં જ મળેલા.

૨૦ બળતા અંગારા જેવી આંખો સ્થિર કરી.

૨૧ મોતી એટલે મોતી.

૨૨ જવાની તો જવાની.

૨૩ બળની વાતો બહુ કરે,કરે બુદ્ધિના ખેલ.

૨૪ આપદ કળે જાણીે,તલમાં કેટલુ તેલ.

૨૫ તમારા રૂપ આગળતો કોયલ પણ ઝાંખીપડી જાય.

૨૬ લીલ લપાઇ બેઠી જઇને તળીયે.

૨૭ ઘડિયાર નાંકાંટા ઉપર હાંફયાં કરે સમય.

૨૮ તપેલી તો તપેલી છે.

૨૯ સાહેબ, આંબા નીચે મરવા પડયા છે.

૩૦ આકકાનું વર્તન આકકાનું વર્તન.

૩૧ કમળ કળીથકી કોમળ રે,બેનીઅંગ છે એનું.

૩૨ તુ ચંદ્રથી ચારૂ સુહાસિની છે.

૩૩ ધણી સુરભી સુત છે.

૩૪ જયાં ત્યાં આવી વય બદલી સંતાપ,જાણે પરી ઓ.

૩૫ વિચારતો નેઞજલે ભરાય છે,

    શરીરનું ચેતન ત્યાં હરાય છે.

૩૬ આરે કાંઠે ગાતો,જાતો સામે તીર.

૩૭ મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓત્સવ.

૩૮ ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ.

૩૯ વિદ્યા ભણિયો જેહ,તેહઘર વૈભવરૂડો;

    વિદ્યા ભણિયો જેહ,કામીની કંચનચૂડો.

૪૦ અષ્ટસિધ્ધિ આંગણિયેરે,ઊભી,મુકિત છે એમની દાસી રે.

૪૧ કાયમ પહેલા નંબરે પાસથતી ગોપીબીજા નંબરના સ્થાનની દુશ્મન છે.

૪૨ મોતી અમારી કૂતરી, મોતી જેવી  સફેદ હતી.

૪૩ પગલું લાંક વિનાનું ઊંંટના જેવું પડતું.

૪૪ ડોહો સોટા જેમ હાલવાચાલવા લાગ્યો.

૪૫  છકડો પાણીપંથો ઘોડો થઇ ગયો.

૪૬ મેરુ તો ડગે પણ જેના મનનો ડગેઢ

૪૭ મીઠું તો મોઘું મોતી થકી સોંઘામાં સોંઘું સદા.

૪૮ ગિલાનો છકડો એટલે ગિલાનો છકડો.

૪૯ પૃથિવીવલ્લભ એટલે ખરેખર પૃથિવીવલ્લભ.

૫૦ તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.

૫૧ પૂરા બેહાલ,સુરત તુજ રડતી સૂરત.

૫૨ ગાંઘીજી હિંસા અને અસત્યનાકટ્ટર વિરોધી હતા.

૫૩ કયારેક ચાંદની ચાદર ઓઢીનેસુતેલા ડુંગરા ઓને જોતો.

૫૪ રાતોરાતવનપટ પડખું ફેરવી લે છે.

૫૫ લગન લગાડી આગ.

૫૬ મુંજે એક હાસ્યબાણ છોદયું

૫૭ પ્રકૃતિજ મારી માં રહી છે.

૫૮ ઘઉંની ફલક સોના વર્ણ બની જાય છે.

૫૯ ડુંગરાઓ પરની હરિયાળીએ નવો વેશ સજી લીધો છે.

૬૦ ખૂદીતો ધરતી ખમે, વાઢી ખમે વનરાઇ.

૬૧  આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે !

૬૨ જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય !

૬૩ નકશામાં મેં જોયું તે ન કશામાં જોયું

 
3 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 29, 2020 માં Uncategorized

 

3 responses to “અલંકાર અને તેના પ્રકાર

  1. Chauhan uday j

    જૂન 28, 2021 at 2:44 પી એમ(pm)

    Song satha std 10 unit 1 mokal

     
    • bbpatel9090

      જૂન 28, 2021 at 2:50 પી એમ(pm)

      Bhikhabhai patel ચેનલ પર અલંકારના વીડિયો મુકાયેલ છે મિત્ર

       
  2. ડામોર ચિરાગભાઈ

    એપ્રિલ 20, 2022 at 9:17 પી એમ(pm)

    I have a like thisvmaterials ….
    I prepare to talati exam

     

Leave a comment