RSS

લોહીની સગાઈ

20 જુલાઈ

લોહીની સગાઈ  

પાઠ = ૬ 

લેખક : ઈશ્વર પેટલીકર

સાહિત્ય પ્રકાર : નવલિકા

ઈશ્વર પેટલીકર

જન્મ : ૯/૯/૧૯૧૬ અવસાન : ૨૨/૧૧/૧૯૮૩

જન્મ સ્થળ : ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં

પિતા : મોતીલાલ પટેલ

અભ્યાસ : પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મલાતજ અને સોજિત્રા માંથી

મેટ્રિક : અધ્યાપન શાળા માંથી (૧૯૩૫માં),ઉચ્ચપદવી(૧૯૩૮)માં મેળવી.

વ્યવસાય : નેદરા અને સાણિયાદ ની શાળામાં શિક્ષણકાર્ય સાથે સાહિત્ય સર્જનનું કામ કર્યું.

પ્રથમ નવલકથા : ‘જન્મટીપ’(૧૯૪૪)માં

અન્ય નવલકથા : પાતાળકૂવો,કાજળ કોટડી,ધરતીનો અવતાર,કંકુ અને કન્યા, મારી હૈયા સગડી,તરણા ઓથે ડુંગર,યુગના એંધાણ,ઋણાનુ બંધ, જુજવે રૂપ,સેતુબંધ,અભિજાત,લાક્ષાગૃહ વગેરે

વાર્તાસંગ્રહ : લોહીની સગાઈ,દિલનું દર્દ,ગૃહત્યાગ,મધુરાં સ્વપ્નાં,ચતુર મુખી

પાઠનો સાર :

આ  નવલિકામાં માતૃવાત્સ્લ્યનું આલેખન કરવામાં આવ્યું છે. અમરતકાકી નાં ચાર સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. જેમાં મંગુ સૌથી નાની દીકરી.મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી છે.છતાં અમરતકાકી મંગુ પર અપાર હેત હતો.મંગુને ઈસ્પિતાલમાં મોકલવાનું દીકરા-દીકરીઓ અમરતકાકીને કહેતા ત્યારે માનું હૈયું કોરાઈ જતું. અમરતકાકી અંતે દીકરાઓને વશ થયા.ગાંડી મંગુને ઈસ્પિતાલમાં દાખલ કર્યા પછી અમરતકાકી મંગુની ચિંતામાંને ચિંતામાં મંગુની નાતમાં વટલાઈ જાય છે.

સંધિ

અભિષેક = અભિ + સેક                       સ્વાર્થ = સ્વ + અર્થ

નિષ્ણાત =  નિ + સ્નાત                      વ્યર્થ = વિ + અર્થ

ઉચ્ચાર = ઉદ્ + ચાર                        સંતોષ = સમ્ + તોષ 

બ્રહ્માંડ = બ્રહ્મ + અંડ                         વ્યસ્ત = વિ + અસ્ત

વિદ્યાલય = વિદ્યા + આલય               વૃદ્ધાવસ્થા = વૃદ્ધ + અવસ્થા

પ્રત્યક્ષ = પ્રતિ + અક્ષ

 સમાસ

તત્પુરુષ સમાસ

દવાખાનું = દવા માટે ખાનું વિદ્યાલય = વિદ્યા માટેનું આલય

આશાભર્યો = આશાથી ભર્યો દયાભાવ = દયાનો ભાવ

વિચારવહેણ = વિચારનું વહેણ  

મધ્યમપદલોપી

દવાખાનું = દવા મેળવવામાટેનું ખાનું બ્રહ્માંડ = બ્રહ્માથી બનેલું  અંડ

મરણપોક = મરણ સમયે મુકાતી પોક ઘોડાગાડી = ઘોડા વડે ચાલતી ગાડી

કર્મધારય

સ્વાર્થ = સ્વ(પોતાનો) અર્થ સ્વજન = સ્વ(પોતાનું) જન

વૃદ્ધાવસ્થા = વૃદ્ધ એવી અવસ્થા વિચારવહેણ = વિચાર રૂપી વહેણ

અધખૂલું = અડધું એવું ખુલ્લું

બહુવ્રીહી

ચોધાર = ચાર છે ધારાઓ જેની તે

દ્વંદ્વ સમાસ

હૃષ્ટપુષ્ટ =  હૃષ્ટ અને પુષ્ટ મળમૂતર = મળ અને મૂતર

હિંડોળાખાટ = હિંડોળા અને ખાટ શ્રાવણભાદરવો = શ્રાવણ અને ભાદરવો

સગાંસંબંધી = સગાં અને સંબંધી ચારપાંચ = ચાર અને પાંચ

અસ્તવ્યસ્ત = અસ્ત અને વ્યસ્ત બારીબારણાં = બારી અને બારણાં

ભાઈભાભી = ભાઈ અને ભાભી

શબ્દસમૂહ માટે એક શબ્દ

રોગની ઓળખ = નિદાન અમૃત જેવી મીઠી નજર = અમીદ્રષ્ટિ

સાંજનું ભોજન = વાળુ સહન ન કરી શકાય તેવું = અસહ્ય

એક ની એક વાત વારંવાર કહેવી = પારાયણ સ્વજનના મરણ સમયે મુકાતી પોક = મરણપોક

બે બળદ વડે ખેંચાતું ગાડું = ડમણિયું નકામા ઢોરને રાખવાનું સ્થળ = પાંજળાપોળ

દવાખાનામાં સેવાચાકરી કરનારી દાકતર સ્ત્રી = પરિચારિકા મુખ્ય નર્સ = મેટ્રન  

અલંકાર

કાળજું કઠણ કરી એ મનનો ડૂમો કાઢી નાખતી = વર્ણાનુપ્રાસ

દવાખાનું પાંજળાપોળ જેવું હશે. = ઉપમા

દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે.= રૂપક

ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું-તેમનું નીર્યું એટલે બસ ! = રૂપક

ખોડા ઢોરને પાંજળાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય.= ઉપમા

મંગુના મોતને અમરતકાકી પણ છુટકારો માનતાં હતાં. = રૂપક

રુઢિપ્રયોગ

કાને ધરવું – સાંભળવું

હૈયું ભરાઈ આવવું = દુઃખથી રડવા જેવા થઈ જવું

કાળજું કઠણ કરવું = મન મક્કમ કરવું

વહારે ધાવું = મદદે આવવું

તરંગે ચડી જવું = વિચારમગ્ન થઈ જવું

ઓછું આવવું = ખોટું લાગવું

આંખ મીંચાવી = અવસાન થવું

જીભ ન ઊપડવી = બોલવાની હિંમત ન ચાલવી.

ગેલમાં આવી જવું = આનંદમાં આવી જવું

દિલ કપાઈ જવું = ખૂબ દુઃખ થવું

હૈયું કકળી ઊઠવું = ખૂબ દુઃખ થવું

કંઠ રૂંધાઈ જવો = રુદન ગળામાં અટકી જવું

જંપી જવું = શાંત થઈ જવું

જીવતર ધૂળ હોવું = જીવન વ્યર્થ હોવું

વિરુદ્ધાર્થી શબ્દો

પારકા – પોતીકા

સ્વાર્થ – પરાર્થ

પ્રત્યક્ષ – પરોક્ષ

આદર – અનાદર

અમરતકાકી મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવા તૈયાર થતાં નહિ.

 અમરતકાકી મંગુને ગાંડાના દવાખાનામાં મોકલવાનો નિર્ણય કર્યો.

અમરતકાકી પોતાનાં પૌત્ર પોત્રીઓને રમાડતાં નહિ.

કમુએ અમરતકાકીને શો ઠપકો આપ્યો ?

માગશર મહિનો શા માટે અમરતકાકી માટે આરાધ્ય દેવ હતો.

મંગુના મોતને અમરતકાકી છુટકારો માનતાં કારણ કે ….

અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા,એટલે ?

 
Leave a comment

Posted by on જુલાઇ 20, 2021 માં Uncategorized

 

Leave a comment