RSS

Daily Archives: સપ્ટેમ્બર 19, 2019

મીરાંબાઈનાં ભજન = ૨

૩૧.મારી વાડીના ભમરા

૨. અખંડ વરને વરી

૩૩. તું સત્સંગનો રસ ચાખ

૩૪. અબ મોહે કયું તરસાવૌ.

૩૫. કોની સંગ રમવી રે હોળી ?  

૩૬. બંસીવાલા

૩૭ . મૈ  તો… સાંવરે કે રંગ રાચી

૩૮.બરસે બદરિયા સાવન કી

૩૯. કર્મનો સંગાથી રાણા

૪૦. ગોવિંદ લીન્હો મોલ

૪૧. બરસે બદરિયા સાવન કી

૪૨. અબ મોહે કયું તરસાવૌ

૪૩. અબ તેરો દાવ લગો હૈ

૪૪. હું રોઈ રોઈ અખિયાં રાતી કરું

૪૫. હું તો પરણી પ્રીતમની સંગાથ

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 19, 2019 માં Uncategorized

 

મીરાંબાઈનાં ભજન = ૨

૩૧.મારી વાડીના ભમરા

મારી વાડીના ભમરા, વાડી મારી વેડીશ મા,

વાડી વેડીશ મા, ફૂલડાં તોડીશ મા.

મારી વાડીમાં, વહાલા પવન પાંદડીઓ,

ધીરજ ધરજે ,મન ! તું દોડીશ મા.

મારી વાડીમાં, વહાલા,ચંપો ને મરવો,

વાસ લે જે તું, ફૂલ તોડીશ મા.

મારી વાડીમાં, વહાલા, આંબો રે મોર્યો,

પાકા લે જે ,કાચા તોડીશ મા.

મારી વાડીમાં, વહાલા,ત્રિકમ ટોયો,

ગોફણ લે જે ,ગોળો છોડીશ મા.

બાઈ મીરાં કહે,પ્રભુ ગિરિધર નાગર,

ચરણ કમલ ચિત્ત છોડીશ મા.

૩૨. અખંડ વરને વરી

અખંડ વરને વરી સહેલી, હું તો અખંડ વરને વરી,

ભવસાગર માં મહાદુઃખ પામી ,લખ ચોરાસી ફરી…..સહેલી હું.

સંસાર સર્વે ભયંકર કાળો ,તે દેખી થરથરી,

કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે,પ્રપંચને પરહરી…..સહેલી હું.

જનમ ધરીને સંતાપ વેઠયો, ઘરનો તે ધંધો કરી,

સંતજગતમાં મહાસુખ પામી,બેઠી ઠેકાણે ઠરી…..સહેલી હું.

સદગુરુની પૂરણ કૃપાથી ,ભવસાગર હું તરી,

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર ,

સંતોના ચરણે પડી…..સહેલી હું..

૩૩. તું સત્સંગનો રસ ચાખ

પ્રથમ લાગે તીખો ને કડવો,

પછી આંબા કેરી શાખ…..પ્રાણી તું

આ રે કયાનો ગર્વ ન કીજે,

અંતે થવાની છે ખાખ …..પ્રાણી તું

હસ્તિને ઘોડી,માલ ખજાના,

કાંઈ ન આવે સાથ…..પ્રાણી તુ

સત્સંગથી બે ઘડીમાં મુક્તિ

વેદ પૂરે છે સાખ…..પ્રાણી તું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર

હરિ ચરણે ચિત્ત રાખ. …..પ્રાણી તું.

૩૪. અબ મોહે કયું તરસાવૌ.

તુમરે કારણ સબ સુખ છોડ્યા,

અબ મોહે કયું તરસાવૌ હૌ.

વિરહ-વ્યથા લાગી ઉર અંતર

સો તુમ આય બુઝાવૌ હૌ.

અબ છોડત નહીં બનહિ પ્રભુજી,

હંસકર તુરત બુલાવૌ હૌ.

મીરાં દાસી જનમ જનમકી,

અંગ સે અંગ લગાવૌ હૌ.

૩૫. કોની સંગ રમવી રે હોળી ?  

કોની સંગ રમવી રે હોળી

ગયા પિયા મને એકલી છોડી,

બાંધી ગળામાં તારી કંઠી,

છોડ્યા સઘળાં માણેક મોતી,

મહેલને ભોજન થયાં અકારાં,

થઈ એકલી હું પિયાને કાજ,ભોળી,

મને દુર કેમ તરછોડી ?

મુજ સંગ પ્રીત કરી ક્યમ પહેલાં ?

હવે બીજાની સાથે ક્યમ જોડી ?

કેટલા દિવસ થયા,હજીય ન આવ્યા,

થઈ રહી તાલાવેલી , કેમ દિલમાં આવી હેલી ?

શ્યામ વિના આ જીવન મુરઝાતો

જળ વિણ વેલ શું મહોરી ?

મીરાં ને પ્રભુ દર્શન આપો

દાસી જનમ જનમ ની ,હોરી !

દરસ વિના દુખયારી તોરી.

૩૬. બંસીવાલા

બંસીવાલા આજ્યો મોરે દેસ , તારી શ્યામળી સુરત હૃદવેશ .

આવન-આવન કહ ગયે કર ગયે કોલ અનેક,

ગણતાં ગણતાં ઘસ ગઈ જીભાં,હારી આંગળીઓની રેખ…

એક બન ઢુંઢી,સકલ બન ઢુંઢી,ઢુંઢયો સારો દેસ,

તોરે કારણ જોગણ હોઉંગી,કરુંગી ભગવો વેસ,

કાગળ નહિ મારે સ્યાહી નાહિ,કલમ નહિ લવલેશ,

પંખીનો પરવેશ નાહિ, કીન સંગ લખું સંદેશ,

મોર મુગટ સીર છત્ર બિરાજે,ઘુંઘર વાળા કેશ,

મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,આવોની એણે વેશ.

૩૭ . મૈ  તો… સાંવરે કે રંગ રાચી

મૈ  તો… સાંવરે કે રંગ રાચી

સજી શૃંગાર બાંધી પગ ઘુંઘરું

લોકલાજ તજી નીચે રે …. મૈ  તો… સાંવરે કે રંગ રાચી.

ગઈ કુમતી ગઈ સાધુ કે સંગ

ભગત રૂપ ભયી સાંચી

ગાયે ગાયે હારિક ગુણ નિસ દિન

કાલ બ્યાલ સો બાતિ… મૈ  તો… સાંવરે કે રંગ રાચી.

ઉણબીન સબ જગ ખારી લાગે

ઔર બાત સબ કાંચી

મીરા શ્રી ગિરિધરણ લાલસો

ભગતી રસિલી જાંપી  રે .. મૈ  તો… સાંવરે કે રંગ રાચી.

૩૮.બરસે બદરિયા સાવન કી

સાવન કી મનભાવન કી……

સાવન મેં ઉમ્ગ્યો મેરે મનવા,

લનક સુની હરી આવનકી….

ઉમડ ઘુમડ ચહું દિસી સે આયો.

દામની દમકે ઝર લાવન કી….

નન્હીં  નન્હીં બુંદન મેહા બરસે,

શીતલ પવન સુહાવન કી…..

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર ,

આનંદ મંગલ ગાવન કી….  

૩૯. કર્મનો સંગાથી રાણા

હે….. કર્મનો સંગાથી રાણા મારૂ કોઈ નથી ….

હે….. કર્મનો સંગાથી રાણા મારૂ કોઈ નથી ….

કે લખ્યા એના જુદા જુદા લેખ (૨)

એક રે ગાયના દો દો વાછરૂ

લખ્યા એના જુદા જુદા લેખ

એક રે બન્યો શિવજીનો પોઠિયો

બીજો કાંઈ ઘાંચીડાને ઘર….. કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો દીકરા

લખ્યા એના જુદા જુદા લેખ

એકને માથે રે છત્તર ઝૂલતા

બીજો કાંઈ ભારા વેચી ખાય…… કર્મનો સંગાથી.

એક રે માટીના દો દો મોરિયા

લખ્યા એના જુદા જુદા લેખ

એક ને મોરિયો શિવજીની ગળતી

બીજો કાંઈ મસાણે મુકાય…… કર્મનો સંગાથી.

એક રે પથ્થરના દો દો ટુકડા

લખ્યા એના જુદા જુદા લેખ

એક ની બની રે પ્રભુજી ની મૂરતી

બીજો કાંઈ ધોબીડાને ઘાટ ……. કર્મનો સંગાથી.

એક રે વેલાના દો દો તુંબડા

લખ્યા એના જુદા જુદા લેખ

એક રે તુંબડુ સાધુજીના હાથમાં

બીજુ કાંઈ રાવળીયાને ઘેર ….. કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો બેટડા

લખ્યા એના જુદા જુદા લેખ

એક રે બેટો ચોરાસી ધૂણી તપે

બીજો લખચોરાસી માંહ્ય …… કર્મનો સંગાથી.

રોહિતદાસ ચરણે મીરાંબાઈ બોલીયા

કે દેજો અમને સંતચરણે વાસ …… કર્મનો સંગાથી.

૪૦. ગોવિંદ લીન્હો મોલ

માઈ મૈને ગોવિંદ લીન્હો મોલ,

કોઈ કહે સસ્તા,કોઈ કહે મહેંગા

લીન્હો તરાજુ તોલ….. ગોવિંદ લીન્હો મોલ.

કોઈ કહે ધરમે, કોઈ કહે બનમેં,

રાધા કે સંગ કિલોલ ….. ગોવિંદ લીન્હો મોલ

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

આવત પ્રેમ કે ડોલ. ગોવિંદ લીન્હો મોલ.

૪૧. બરસે બદરિયા સાવન કી

સાવન કી મનભાવન કી…..

સાવનમેં ઉમ્ગ્યો મેરો મનવા,

લનક સુની હરી આવન કી,

ઉમડ ઘુમડ ચહું દીસી સે આયો.

દામની દમકે  ઝરે લાવન કી….

નન્હીં નન્હીં બુંદન મેહા બરસે,

સીતલ પવન સુહાવન કી…

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

આનંદ મંગલ ગવન કી…..

૪૨. અબ મોહે કયું તરસાવૌ

તુમરે કારણ સબ સુખ છોડ્યા                 

અબ મોહે કયું તરસાવૌ હૌ,

વિરહ-વ્યથા લાગી ઉર અંતર,

                     સો તુમ આય બુઝાવૌ હૌ,

અબ છોડત નહીં બનહિ પ્રભુજી,

                     હંસકર તુરરત બુલાવૌ હૌ,

મીરાં દાસી જનમ જનમકી,

                     અંગ સે અંગ લગાવૌ હૌ,

૪૩. અબ તેરો દાવ લગો હૈ

અબ તેરો દાવ લગો હૈ

ભજ લે સુંદરશ્યામ……અબ તેરો.

ગણિકા તારણ વિષ ઓધરણ

સબકે પૂરણ કામ…… અબ તેરો.

પ્રભુભજન મેં નિશદિન રાચી,

પલ પલ કરું પ્રણામ …. અબ તેરો.

ગાય ગાય પ્રભુ કો મૈં રીઝઉં,

નૃતા  કરત ઘનશ્યામ ….. અબ તેરો.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,

ચરણકમળ નિજ ધામ….. અબ તેરો.

૪૪. હું રોઈ રોઈ અખિયાં રાતી કરું

હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,

રાતી કરું,ગીત ગાતી ફરું….. હું રોઈ રોઈ.

અન્ય કોઈ મારી નજરે ન આવે,

વર તો એક ગિરિધારી વરું….. હું રોઈ રોઈ.

સેવા ને સ્મરણ એનું જ નિશદિન,

હ્રદયકમળમાં ધ્યાન ધરું ….. હું રોઈ રોઈ.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,

ગંગા –જમનામાં ન્હાતી ફરું ….. હું રોઈ રોઈ.

૪૫. હું તો પરણી પ્રીતમની સંગાથ

હું તો પરણી પ્રીતમની સંગાથ,વહાલમજી.

બીજાનાં મીંઢળ નહીં રે બાધુ….. હું તો પરણી.

ચાર ચાર જુગની ચોતરીઓ ચિતરાવી રે વહાલમજી

હું તો મંગળ વરતી છું બે ને ચાર… બીજાનાં મીંઢળ.

રાજસી ભોજન જમવાં નથી રે,વહાલમજી.

અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે… બીજાનાં મીંઢળ

મોતીની માળા કામન આવે રે,વહાલમજી.

અમે તુલસીની માળા પહેરી રહીશું….. બીજાનાં મીંઢળ.

હીર તણાં ચીર કામ ન આવે રે,વહાલમજી.

અમે ભગવા પહેરીને નિત્ય ફરશું રે….. બીજાનાં મીંઢળ.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર વહાલા

હું તો પ્રભુને ભજીને થઇ છું ન્યાલ રે…. બીજાનાં મીંઢળ.

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 19, 2019 માં Uncategorized