RSS

Daily Archives: ઓગસ્ટ 4, 2020

શબ્દભેદ ખાલી જગ્યા

પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક _________ ઉજવાય છે. [ દીન , દિન ]

દિન – દિવસ

દીન – ગરીબ

કોરોનાની ચોખટ પર માનવી ________ નિંદ્રામાં પોઢી જાય છે.[ ચિર,ચીર ]

ચિર – લાંબા સમય સુધી

ચીર – રેશ્મી વસ્ત્ર

તમારી પાછળ આખો દેશ ઉભો છે.એમ ________ માનજો. [ ખચિત , ખચીત ]

ખચિત – જડેલું,બેસાડેલું  

 ખચીત – જરૂર , અવશ્ય

મોંઘવારીના_________ વરસમાં માનવીને જીવવું ઘણું અઘરું છે. [ કાંઠા ,કાઠા ]

કાંઠા – લગભગ

કાઠા – અછત

સરસ્વતીચન્દ્રે મોહમાયાનાં ________ ચીરી નાખ્યાં. [ ઝાળ, જાળ ]

ઝાળ – જ્વાલા; તેની આંચ  

જાળ – ઘણી વસ્તુ (સંબંધ)ઓથી ગૂંચવાઈને થયેલું જાળું

નૂતન ભારતના ઘડવૈયાઓમાં સ્વામી વિવેકાનંદનું _________ સ્થાન છે.

                                                             [ નિશ્ચિત નિશ્ચિંત ]

નિશ્ચિત – નક્કી કરેલું 

નિશ્ચિંત – ચિંતા વગરનું,બેફિકર

આખા દેશનો ______ ખેડૂત પર છે. [ મંદાર ,મદાર ]

મંદાર – સ્વર્ગના પાંચ વૃક્ષોમાનું એક  

મદાર – આધાર,ભરોસો

જૈમિન _______ ઉકેલીને કાગળ વાંચે છે. [ ઘડી , ગડી ]

ઘડી – એક વનસ્પતિ   

ગડી – ગેડ (વાળીને મુકવું તે ]

દરેક વડીલોએ સાંજે 5.30 કલાકે ______ એકઠાં થવું. [ અહિ , અહીં ]

અહિ – સાપ

અહીં – આ સ્થળે

જ્યારે નળરાજા પોતાના મહેલમાં હોય ત્યારે સૂર્ય _______ બનીને તપી શકે છે.

                                                             [ નિશ્ચિત નિશ્ચિંત ]

નિશ્ચિત – નક્કી કરેલું 

નિશ્ચિંત – ચિંતા વગરનું,બેફિકર

જે એકને _______ શક્ય છે.તે બધાને માટે શક્ય છે. [સારુ , સારું ]

સારુ – ને માટે, વાસ્તે

સારું – શુભ સુંદર

સાહેબે લખવાની છૂટ આથી;છતાં લખવાનું  ________ નહિ. [ સૂજે ,સૂઝે ]

સૂજે – સોજો 

સૂઝે – સમજ

સહદેવને ત્રિકાળજ્ઞાનનું દુઃખ________ જેવું છે.[ શાપ ,સાપ ]

શાપ – બદદુવા

સાપ – સર્પ

ભગવાન શ્રીકૃષ્ણે દ્વૌપદીનાં _________ પૂર્યા. [ ચિર ,ચીર ]

ચિર – લાંબા સમય સુધી

ચીર – રેશ્મી વસ્ત્ર

પાણીની _______ જોઇને ખેડૂતોને ઢોર-ઢાંખર માટે ચિંતા થઈ. [ તાણ , ત્રાણ ]

તાણ – અછત,તંગી 

ત્રાણ – રક્ષણ,બચાવ

રૂપાલના મેળાની ભીડમાં ________ ન રહીને ખિસ્સુ કપાઈ ગયું. [ સરત , શરત ]

સરત – નજર ,ધ્યાન

શરત – કરાર , બોલી

માતાએ પુત્ર આગળ ____________ પ્રાર્થના કરી. [ દીનભાવે, દિનભાવે ]

દિન – દિવસ

દીન – લાચાર

પિતાએ સંસારમાંથી વિદાય લેતી વખતે નાના સંતાનોની _______ કરી નહી.

                                                             [ ચિતા , ચિંતા ]

ચિતા – ચેહ (મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી )

ચિંતા – ફિકર

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 4, 2020 માં Uncategorized