RSS

Monthly Archives: ડિસેમ્બર 2013

પ્રાર્થના સંચય-5

જનનીની જોડ સખી નહી જડે

જનનીની જોડ સખી નહી જડે
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ

અચળા અચૂક એક માય રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

 ગુજારે જે શિરે તારે,

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો ,નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે ,ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે ,સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે ,ખરું એ સુખ માની લે.

પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો  પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઇની ,વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

 અરે ! પ્રારબ્ધ તો ઘેલું ,રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!

રહી નિર્મોહી શાંતિથી ,રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

પ્રભુના નામનાં પુષ્પો ,પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !

કવિ રાજા થયો શી છે ,પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં ‘બાલ‘ મસ્તીમાં મઝા લેજે !

આપને તારા અન્તરનો એક તાર
આપને તારા અન્તરનો એક તાર

                      બીજું હું કાંઈ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
                        પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
                        એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું

 

 

 

 

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 30, 2013 માં પ્રાર્થના સંચય

 

ટૅગ્સ:

મનહર અને ચોપાઈ છંદ

મનહર

અક્ષર -૩૧

છેલ્લો અક્ષર-ગુરુ

પ્રથમ પંક્તિ -૧૬ (અક્ષર)

બીજી પંક્તિ -૧૫ (અક્ષર)

 ઉદાહરણ

(૧) સાંભળી શિયાળ બોલ્યું,દાખે દલપતરામ.-    ૧૬

    અન્યનું તો એક વાંકું,આપના અઢાર છે.-  ૧૫

(૨) ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,

     જાણી તેનું દુઃખ ઘણો દીલગીર દિલ છું.

(૩)  કહે દલપતરામ રાજ અધિરાજ સુણો,

     રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

(૪) એક દિવસ મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો,

     ઈતિહાસ વિશે પ્રશ્ન સૌથી કયો મોટો છે ?

(૫)  છેલ્લો બાંક છેલ્લો રાંક છોકરો જવાબ દે છે-

      સાબ ! સાબ ! પ્રશ્ન એક રોટલોનો મોટો છે.

(૬) ઊંટ કહે આ સભામાં વાંકાં અંગવાળા ભૂંડાં,

     ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.

(૭) પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શા કારીગરી,

     સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.

                                     ચોપાઇ છંદ

માત્રાસંખ્યા – ૧૫  ચરણ – ૪   તાલ – ૪

આવર્તન – ચાર માત્રાના ચતુષ્કોણ (ત્રણ)

                                        અંતે – લઘુ –  ગુરુ

કાળી

ધોળી

રાતી

ગાય

૨  ૨

૨  ૨

૨  ૨

૨  ૧

પીએ પાણી ચરવા જાય,

ચાર પગોને આંચળચાર, પૂંછડાથી ઉડાડે માખ

વેણી

ઝબ્કી

સોહ્યું

આભ

૨  ૨

૨  ૨

૨  ૨

૨  ૧

સુગંધ ફોરે મ્હેક્યો દાભ.

(૧) શ્રી મેલાપુર પાટણ ગામ,ચન્દ્રાદિત્ય રાજાનું નામ,

     તે નગરમાં બાળક ચાર,બ્રાહ્મણ,વૈશ્ય,ત્રીજો સોનાર.

(૨) ફરતું ફરતું શમણું એક,આવ્યું વગડે અહીં યાં છેક.

(૩) ઘીનો દીવો રાણો થાય.અગરબત્તી આછી પમરાય.

(૪) પાને પાને પોઢી રાત,તળાવ જંપ્યું કહેતાં વાત.

        ઠંડો મીઠો વ્હેતોવા,મીઠા કો હૈયાની હા.

(૫) લાંબા જોડે ટૂંકો જાય.મરે નહીં તો માંદો થાય.

(૬) તે માટે તક જોઇ તમામ,શક્તિ વિચારી કરિએ કામ.

(૭) વાડ થઇને ચીભડાં ગળે,સોંઘી વસ્તુ કયાંથી મળે,

       ખળું ખાતું હોય જો અન્ન,તો જીવે નહિ એકે જન.

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 30, 2013 માં છંદ

 

ટૅગ્સ:

માતૃપ્રેમ

મ-૨   માતૃપ્રેમ 

   મા તે મા

   વાત્સલ્યમૂર્તિ જનની

  જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

                         અર્પી દઉં સો જન્મ એવડું મા ! તુજ લેણું !

                         મારી બા

આઈ,જનેતા,બા,જનની,જી,માતા,જનયિત્રી,પ્રસૂ,માતુશ્રી,માઈ,મા, 

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ જનેતા/બા  બનાવવાનું વિચાર્યું હશે ! 

જનેતા – જન્મ આપનારી 

બા – લાડ અને વહાલનો સાગર 

વિનોબા ભાવે લખે છે કે,બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ,જે આપણી પાસે છે.

તે ખુદ આપણી મા છે.

અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ .

  એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો

મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી !

    જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો

તે ‘ મા ’ ,‘ બા ’ છે.

કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ

બોટાદકરે  પોતાની કવિતામાં કહ્યું છે કે,

“ જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

   મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,

   એથી મીઠી તે મોરી માત રે……. જનનીની જોડ”

   બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર

કરનારમાતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક

ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો

વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર

માતાને જો ઈશ્વરે પેદા  જ ના કરી હોય તો આપણું શું થાત ? સાચે જ, જગતમાં સૌ

સગાસ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને

પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે.

     કવિ પ્રેમાનંદે સાચુ જ કહ્યું છે કે, “ ગોળ વિના મોળો કંસાર,માતા વિના સૂનો

સંસાર.”– એ પંક્તિ સાર્થક કરતી માતા સંતાનની માત્ર જન્મદાત્રી જ નથી, એમનું

જીવની પેઠે જતન  કરનારી જનેતા ને સંસ્કારધાત્રી પણ છે. માતા એ સંતાનના

જીવન અજવાળાનો અવતાર પણછે.માટે એમ પણ કહેવાયું છે કે , “ ઘોડે ચડતો

બાપ મરજો પણ દરણાં દરતી મા ન મરજો.”

      આખા જગતનો આધાર માતાની આગળી છે.એની આંગળીમાં કવિ હરીન્દ્ર

દવે કહે છે  તેમ અભય છે.સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની

આંગળી ઝાલી હશે તો  એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે.

મ-૪  ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એનાપોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય  પોતાના   વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી.કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલીમાયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ? ‘મા તે મા’ બીજા બધા વગડાના વા.

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્યઅને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવુંપડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી  સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે‘ જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે વનરાજને ગુણસુંદરીએ,સિદ્ધરાજને મિનલદેવીએ,શિવાજીને જીજીબાઇએ, સરદારવલ્લભભાઇને લાડબાએ અને ગાંધીજીને પૂતળીબાઇએ જે સંસ્કારનું સિંચન કર્યું છેતે કોઇથી અજાણ્યું નથી ! 

દુઃખો વેઠીને,પેટે પાટાબાંધીને,પોતાનાં જીવનનું જતનકરીને,રાત-દિવસપુત્રના  હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતાને ઘડપણમાં જો પુત્ર તરફથીપ્રેમને બદલે    તિરસ્કાર,સહારાને બદલે અપમાન. અને મદદને બદલે કુવચનોસાંભળવા મળે તો એ પુત્રને  પુત્ર કહેવો કે પથ્થર ?છતાં માતાના મુખમાંથી સંતાન માટે ‘ખમ્મા મારા દિકરા’ એ વેણ સરી જ પડે.   કવિએ કહ્યું છે કે, “ છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.” ધન્ય છે મા તને

‘ અર્પી દઉં સો જન્મ એવડું મા,તું જ લહેણું ’- કવિ મલબારી

માતાના ઋણને ચૂકવવા જન્મો ના જન્મો જતાં રહે તો પણ આપણે તેને પૂર્ણ કરી

શકવાના નથી…નથી….ને….નથી.

‘ માતાના ચરણ તળે જ સ્વર્ગ છે ’-  કુરાનમાં કહ્યું છે.

માતૃપ્રેમ પર અનેક નામિ-અનામિ કવિઓ અને લેખકોની ઉક્તિઓ સાહિત્યમાં લખાઇ છે.

(૧) માતાએ માતૃવાત્સલ્યની મીઠી વીરડી છે.

(૨) માતાએ બાળકના જીવનનું સર્વોત્તમ અમી છે.

(૩) માતાએ મમતાની અને ત્યાગની મૂર્તિ ,સહાનૂભુતિની દેવી છે.

(૪) ભૂલો ભલે બીજૂ બધુ માબાપને ભૂલશો નહી.

(૫) એક ત્રજવામાં માને બેસાડો બીજા ત્રાજવામાં આખી દુનીયાને મૂકો છતાં માનું પલ્લુ નમતુ રહે છે.

(૬) ભાઇ મરે ભવ હારી એ,બેની મરે દશ જાય.

(૭) જેના નાનપણમાં મવતર મરે એના ચારે દિશાના વાયરા વાય.

(૮) તુ કિતની અચ્છી હૈ.. તુ કિતની ભોલી હૈ..  ઓ મા..મા તું ભગવાનથી ઉપર છે.

(૯)  મા તારું  મેઝીક સૌથી અલગ છે.

(૧૦) પ્રેમની ગંગા આસું બની આંખમાંથી  ટપકે છે;તો કયારેક ધાવણ બનીને માતાનાં હૃદયમાંથી ટપકે છે.

(૧૧) જનનીના હૈયામાં પોઢતાં પોઢતાં પીધો કસુંબીનો રંગ.

(૧૨) જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગિયસે .

(૧૩) હેન્ડ ધેટ રોક ધ ફેટલ રૂરલ ધવલ.

(૧૪) જેકર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે.

(૧૫) મધર ઇઝ નેક્ષટ ગોડ (માતાએ બીજો ભગવાન છે. )                

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 29, 2013 માં ગુજરાતી નિબંધ

 

ટૅગ્સ: ,

ઉષા ઉપાધ્યાય

ઉષા ઉપાધ્યાય

જન્મઃ  ૭/૬/૧૯૫૬

જન્મસ્થળઃ ભાવનગર

પિતાઃ ઘનશ્યામભાઇ ત્રિવેદી

માતાઃ કોકિલાબેન

પતિઃ ઘનશ્યામભાઇ(લગ્નઃ૧૯૮૦)

સંતાનઃ પુત્રઃકૌશલ પુત્રીઃ જીગીષા

અભ્યાસઃ એમ.એ,પી એચ.ડી

વ્યવસાયઃ પ્રાધ્યાપિકાઃગુજરાત વિદ્યાપીઠ(અમદાવાદ)

 અધ્યક્ષઃ મ.દે.મહાવિદ્યાલય(ગુજરાતી વિભાગ)માં

સાહિત્યપ્રદાનઃ  પ્રથમપ્રકાશિત કૃતિઃ “જળની માયા”

કવિતા સંગ્રહઃ વાદળી સરોવર(૧૯૯૯)/જળ બિલ્લોરી(૧૯૯૮)/અરુંધતીનો તારો(૨૦૦૬)

વિવેચનઃ ઈક્ષિત(૧૯૯૦)/સાહિત્ય સંનિધિ(૧૯૯૮)/આલોકપર્વે(૨૦૦૫)

એકાંકીઃ મસ્તીખોર મનિયો

સંપાદનઃ અધીત,૧૫ થી ૧૮(૧૯૯૨થી૯૫)/ગુજરાતી ચયન(૧૯૯૯)/સર્જન પ્રક્રિયા અનેનારી ચેતના/(૨૦૦૬)/

નિબંધઃ ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ(૨૦૦૬)/ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સંવાદ(૨૦૦૬)

નભ વચ્ચે આ કયો ખલાસી

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 27, 2013 માં સાહિત્યકારો

 

ટૅગ્સ: , , , , , , , ,

પ્રાર્થના સંચય-2

પ્રાર્થના સંચય

        દયા કર દાન વિદ્યાકા

દયા કર દાન વિદ્યાકા હમે પરમાત્મા દેના,

દયા કરના હમારી આત્માસે શુદ્ધતાં દેના. દયા કર

હમારે ધ્યાનમેં આવો પ્રભુ ! આકોમેં બસ જાઓ,

અંધેરે દિલમેં આ કરકે,પરમ જ્યોતિ જગા દેના. દયા કર

બહા દો પ્રેમકી ગંગા,દિલોમેં પ્રેમકા સાગર,

હમે આપસમેં મિલ-ઝૂલકે પ્રભુ ! રહના શીખાદેના. દયા કર

હમારા કર્મ હો સેવા,હમારા ધર્મ હો સેવા,

સદા ઈમાન હો સેવા,યહી તૂ ભાવના દેના. દયા કર

વતન કે વાસ્તે જીના ,વતનકે વાસ્તે મરના,

વતન પર જાન ફિદા કરના, પ્રભુ ! હમકો શીખા દેના. દયા કર

 (૨)  ગમે તે સ્વરૂપે

ગમે તે સ્વરૂપે,ગમે ત્યાં બિરાજો,પ્રભુ મારા વંદન.(૨)

 ભલે ના નિહાળું, નજરથી તમોને

મળે ગુણ તમારા,સફળ મારું જીવન.. ગમે તે સ્વરૂપે

 જનમ જો અસંખ્ય,મળ્યા તે ગુમાવ્યા,

ધરમના કર્યા કે ના તમોને સંભાર્યા. ગમે તે સ્વરૂપે

 હવે આ જનમમાં,કરું હું વિનંતી,

સ્વિકારો તમે તો, તૂટે મારા બંધન. ગમે તે સ્વરૂપે

 મને હોશ એવી, ઉજાળો જગતને,

કિરણના મળે,મારા મનના દિપકને. ગમે તે સ્વરૂપે

 તમે તેજ આપો, જલે એવી જયોતિ

અમર પંથના સૌને, કરાવજો દર્શન. ગમે તે સ્વરૂપે

 (૩) ના દો તો પ્રભુ

ના દો તો પ્રભુ ! ભલે ના દેશો દર્શન તમારા,

આવે આ જન્મે મારા.

મિલન હજુ નથી થયું તમારું એના ભણકારા,

 રહેજો અંતરમાં મારા.

આ સંસારી ગુજરીમાં મુજ ઝાઝા કે થોડા,

ગુજરજો જીવનના દહાડા.

ધનના ઢગલા વડે ભરજો હાથ ભલે મારા,

 લાઘજો સુખ અપરંપારા.

ખરી કમાણી કશી ન થઇ હજી એના ભણકારા,

રહેજો અંતરમાં મારા.

વાટ વચ્ચે ભરાયા અંગો આળસથી અમારા,

 વધે નહી આગળ પગ મારા.

ભોય પર હું ભલે પડી રહું ગાત્રો આ મારા,

 પસારીને હિમત હારા.

આખી વાટ હજી રહીશે બાકી એના ભણકારા,

 રહેજો અંતરમાં મારા.

તમે હજી ઘેર નથી પદ્યાર્યા એના  ભણકારા,

રહેજો અંતરમાં મારા

(4) મંગલ-મૂરતિ મારુત-નંદન

મંગલ-મૂરતિ મારુત-નંદન | સકલ-અમંગલ-મૂલ નિકંદન ॥ 1 ॥
પવનતનય સંતન-હિતકારી | હૃદય વિરાજત અવધ-બિહારી ॥ 2 ॥
માતુ-પિતા, ગુરુ, ગનપતિ, સારદ | સિવા-સમેત સંભુ, સુક નારદ ॥ 3 ॥
ચરન બંદિ બિનવૌં સબ કાહુ | દેહુ રામપદ-નેહ-નિબાહૂ ॥ 4 ॥
બંદૌં રામ-લખન-બૈદેહી | યે તુલસીકે પરમ સનેહી ॥ 5 ॥

           (૫) પ્રભુ અંતરયામી

પ્રભુ આંતરયામી જીવન જીવના દીન શરણા,

પિતા,માતા બંધુ અનુપમ સખા હિત કરણા,

પ્રભુ કિર્તિ,ક્રાંતિ, ધન વૈભવ સર્વસ્થ જનના,

નમુ છું વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના,

વસો બ્રહ્માંડોમાં અમ ઉર વિષે વાસ વસતા,

તુ આઘેમા આઘે, પણ સમીપમાં નિત્ય હસતો.

નમુ આત્મા ઢાળી,નમન લળતી દેહ નમજો.

નમુ કોટી વારે વળી પ્રભુ ! નમસ્કાર હજો,

અસત્યો માહેથી, પ્રભુ પરમ સત્યે તું લઇજા.

ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજ તું લઇજો

મહા મૃત્યુમાંથી,અમૃત સમીપ નાથ લઇજા,

તું હીણો હું છું તો, તુજ દરર્શનના દાન દઇજા,

 (૬) હળી મળી બેઘડી

હળી મળી બેઘડી લઇએ પ્રભુજી તારૂ નામ

નિત્ય સવારે નવ પ્રભાતે ધરીએ તારું ધ્યાન

નથા કોઇ તારા જેવો જ્ઞાની

નથા કોઇ તારા જેવો દાની

પળ પળ ગુંજે તારી વાણી

પળ પળ લાવે તારી વાણી

અમને તું  દઇ  દેને , વિદ્યા કેરું દાન  (૨)

કોણે તારી દુનિયા જાણી

કોણે તારી દુનિયા માણી

કોણે તારી માયાને સમજી

કોણે તારી દુનિયા પીછાંણી

અમને તું  દઇ  દેને , વિદ્યા કેરું દાન  (૨)

મન મંદિરીયે પધારો

ભવ સાગરથી ઊતારો

નિત્ય નિત્ય જાણે નવી આશા

જનજન બોલે મીઠી ભાષા

અમને તું  દઇ  દેને , વિદ્યા કેરું દાન  (૨)

(૭) માડી તારા વિશ્વાસે

માડી તારા વિશ્વાસે ચાલે મ્હારું વ્હાણ

તારે મારે માડી બહું જૂની ઓળખાણ

હૈયાને હોઠે વસ્યા તારા નામ… માડી તારા વિશ્વાસે

દોરંગી દુનિયાની પરવાના મારે

તારી વિદ્યાથી નાવ મારી ચાલે

રોજ તારી ભકિતમાં રહેતો મસ્તાન…. માડી તારા વિશ્વાસે

ભકિતની દોરમે બાંધી છે પાકી

જીવનમાં માત હું કરું તારી ઝાંખી

જોયા નથી મનથી મેં દિવસ અને રાત…. માડી તારા વિશ્વાસે

તારાથી માત નથી કોઇએ અજાણ્યું

અણી વેળાએ આવી સાચવજો ટાણું

માડી તારી સાધનામાં ભૂલી ગયો ભાન …. માડી તારા વિશ્વાસે

(૮) સરસ્વતી માત હો મારી

સરસ્વતી માત હો મારી,તમોને પાય લાગુ છું.

તમારો બાળ જાણીને,હ્રદયમાં વાસ માગું છું

સ્મરણ શકિત તમે આપી,અમારી લાજ રાખોને

બીજો એ કે નથી આરો,દયાળુ દુઃખ કાપોને.

                           સરસ્વતી માત હો મારી

તજી માતા-પિતા બંધુ,તમારે આશરે આવ્યો

સગા સ્નેહીને તરછોડી,તમારા ધામમાં આવ્યો

મળે જો તુજ કૃપા મોટી,બીજી બધી વાત છે ખોટી

વસે બ્રહ્માંડમાં વ્હાલા,મને તું જાણજે તારો.  સરસ્વતી માત હો મારી

અમારી ભકિત દીલ ધરજો,દયાળું દુઃખડા હરજો

ભકતોની ભીડ સંહારજો, સરસ્વતી માત હો મારી

તમે મન મુકીને વરસ્યા

તમે મન મુકીને વરસ્યા ,અમે જનમ જનમ ના તરસ્યા.

તમે મુશળધારે વરસ્યા, અમે જનમ જનમ ના તરસ્યા

હજાર હાથે  તમે દીધુ પણ,ઝોળી અમારી ખાલી.

જ્ઞાન ખજાનો તમે લૂતાયો,અમે રહ્યા અજ્ઞાની.

તમે અમૃત રૂપે વરસ્યા, અમે ઝેરના ઘૂંટડા પીધા.

સ્નેહની ગંગા તમે વહાવી,જીવન નિર્મળ કરવા.

પ્રેમની જયાતિ તમે જલાવી,અમે રહ્યા અજ્ઞાની.

 કરજો કરજો નૈયા પાર

કરજો કરજો નૈયા પાર કનેયા તારો છે આધાર,

નાગર નંદાજીના લાલ કનૈયા તારો છે આધાર,

મારી ડગમગ ડોલે નેયા,તેને પાર કરોને કનેયા,

પડીયા પડિયા છીદ્રો પાંચ ….કનૈયા.

એક જ છીદ્રે નૈયા ડૂબે,પડતી મહા જળમાં જઇ ઊંડે.

તું છે ભવજલ તારણ હાર…… કનૈયા.

પ્રભુ તમે શુકાન હાથે ધરજો,મારી નૈયા નિર્ભય કરજો,

તું છે આશાનો એક તાર……. કનૈયા.

મનની મુંઝવણ કોને કહીએ, ડગલે પગલે નામ જ લઇએ.

નામે ઉતરીએ ભવપાર……કનૈયા.

પ્રભુદાસ રડતા રડતા કહે છે,વ્હાલા તારે ભરોસે રહું છું

ચઢજો ચઢજો મારી વ્હારે ….. કનૈયા.

 હે કરૂણાના કરનાર.

હે કરૂણાના કરનાર, તારી કરૂણાનો કોઇ પાર નથી.

હે સંકટના હરનારા,તારી કરૂણાનો કોઇ પાર નથી.

મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા,

મારી ભૂલોના ભૂલનારા…..   તારી કરૂણાનો કોઇ

મને મળતો નથી કિનારો,મારો કયાંથી આવે આરો,

મારા સાચા ખેવન હારા….. તારી કરૂણાનો કોઇ

છે ભકતનું દિલ ઉદાસી,તારે ચરણે લે અવિનાશી,

રાધાના દિલ હરનારા…… તારી કરૂણાનો કોઇ

ભલે છોરું કછોરું થાયે,તોય માવતર તું કહેવાયે

મીઠી છાયાના દેનારા……

સૃષ્ટીના સર્જન હારા ……. તારી કરૂણાનો કોઇ.

 

     તુમ હિ હો માતા પિતા તુમિ હો,

તુમ્હી હો માતા પિતા તુમિ હો,

તુમિ હો બંધુ સખા તુમિ હો,

તુમ હિ હો સાથી, તુમ હિ  સહારે

 કોઇના દૂસરા સિવા તુમ હિ હો

તુમ હિ હો નૈયા, તુમ હિ હો ખિવૈયા,

તુમ હિ હો બંધુ સખા તુમિહો,

જો ખિલ સકે ના વો ફૂલ હમ હૈ,

તુમ્હારે ચરણો કી ધૂલ હમ હૈ.

દયા કી ર્દષ્ટી સદા એ રખના,

તુમિ હો બંધુ સખા તુમિ હો,

મંગલ મંદિર ખોલો
મંગલ મન્દિર ખોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !
જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !
નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !
દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

  દાદા હો દીકરી
દાદા હો દીકરી, દાદા હો દીકરી,
વાગડમાં નવ દેજો રે સૈ.
વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. દાદા…
દિ’એ દળાવે મને, દિ’એ દળાવે,
રાતડીએ કંતાવે રે સૈ,
પાછલે તે પરોઢીએ પાણીડાં મોકલે રે…. દાદા…
ઓશીકે ઈંઢોણી મારે, ઓશીકે ઈંઢોણી,
પાંગતીએ સિંચણિયું રે સૈ,
સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે…. દાદા….
ઘડો ન ડૂબે મારો, ઘડો ન ડૂબે,
સિંચણિયું નવ પહોંચે રે સૈ,
ઊઠ્યો ને આથમ્યો કૂવા કાંઠડે રે…. દાદા…..
ઊડતા પંખીડાં મારો, ઊડતાં પંખીડાં મારો,
સંદેશો લઈ જાજો રે સૈ,
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે….. દાદા….
કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો,
અજવાળી આઠમના આણા આવશે રે… દાદા…. 

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 27, 2013 માં પ્રાર્થના સંચય

 

ટૅગ્સ:

પ્રાર્થના સંચય-1

પ્રાર્થના સંચય

ૐ તત્સત્ શ્રી નારાયણ તું. ||

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્

રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્

જનનીની જોડ સખી નહી જડે

જનનીની જોડ સખી નહી જડે
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ

અચળા અચૂક એક માય રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

   ગુજારે જે શિરે તારે,

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો ,નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે ,ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે ,સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે ,ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો  પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઇની ,વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

 અરે ! પ્રારબ્ધ તો ઘેલું ,રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!

રહી નિર્મોહી શાંતિથી ,રહે એ સુખ મોટું છે
  જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

પ્રભુના નામનાં પુષ્પો ,પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !

કવિ રાજા થયો શી છે ,પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં ‘બાલ‘ મસ્તીમાં મઝા લેજે !

શબ્દમાં સમાય નહિ એવો તું મહાન,

શબ્દમાં સમાય નહિ એવો તું મહાન,

કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણ ગાન….

હો…. ફૂલડાનાં બગીચામાં ખીલે ઘણાં ફૂલો

સુઘવા આવેતો ભ્રમર પડે એમાં ભૂલો…

એમ તારી સૂરભિ ભૂલાવે  મને ભાન(૨)

હો… અંબરમાં ચમકે અસંખ્ય સિતારા

પાર કદી પામે નહિ,એને ગુણનારા…(૨)

એકપછી એક તારા ઉંચા પરિમાણ….(૨)

કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણ ગાન….

    હો…. વણથભ્યા મોજા આવે સરોવરને તીરે

જોતા જોતા મનડુ ધરાય લગીરે

ગુણ તારા ઝાંઝાને થોડું મારૂ જ્ઞાનાન (૨)

કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણ ગાન…. 

 
2 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 26, 2013 માં પ્રાર્થના સંચય

 

ટૅગ્સ:

આદિલ

                 આદિલ

મન્સૂરી ફકીરમહમ્મદ ગુલામનબી

જન્મઃ ૧૮/૫/૧૯૩૬

 જન્મસ્થળઃ  અમદાવાદમાં.

અભ્યાસઃ પ્રાથમિક શિક્ષણ – પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજની શાળામાં (અમદાવાદ)

માધ્યમિક શિક્ષણઃ– જે.એલ.ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં (અમદાવાદ)

સન્માનઃ વલી ગુજરાતી ગઝલ એવોર્ડ

ઉપનામઃ આદિલ

વ્યવસાય –  કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં.  

 ‘ટોપિક’ અને ‘અંગના’ જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી કરી.

  ઍડવરટાઇઝિંગ કંપની ‘શિલ્પી’માં કોપીરાઈટર  તરીકેની કામગીરી કરી.

સાહિત્યપ્રદાનઃ-ગઝલસંગ્રહો -. વળાંક (૧૯૬૩)/પગરવ (૧૯૬૬) /સતત(૧૯૭૦).

એકાંકીઓનો સંગ્રહઃ– હાથ પગ બંધાયેલા છે (૧૯૭૦)/જે નથી તે (૧૯૭૩)

અવસાનઃ ૬/૧૧/૨૦૦૮ને ગુરુવાર(૭૨ વર્ષની ઉંમરે)

                             આમેરીકા(ન્યુજર્સી)માં

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 25, 2013 માં સાહિત્યકારો

 

ટૅગ્સ: , , , , , , ,

પ્રાર્થના સંચય-3

ૐ વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ |
નિર્વિઘ્નં કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા ||

હ્રીં વિઘ્‍નેશ્‍વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય
નાગા નનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્‍તે

(૧૩) મારું જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો;
શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો !

(૧૪) મંદિર તારું વિશ્વરૂપાળું…..
મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.
નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.
વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું કયાં છુપાયો, શોધે બાળ અધીરા રે.

(૧૫) એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી  જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
                                   મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભઅટારી
ના સળગી એક સગડી મારી,  વાત  વિપતની ભારી
                                  મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,   ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,  માગું એક ચિનગારી
                                  મહાનલ… એક દે ચિનગારી…

(૧૬) ૐ તત્સત્ શ્રી નારાયણ તું. ||

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્

રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 24, 2013 માં પ્રાર્થના સંચય

 

ટૅગ્સ:

જીવરામ જોશી

 

                               જીવરામ જોશી

જ-૧

     જન્મઃ ૬/૭/૧૯૦૫

     જન્મસ્થળઃ ગરણી (અમરેલી,સૌરાષ્ટ્ર)

     પિતાઃ ભવાનીશંકર જોશી

   અભ્યાસઃ કાશીમાં સંસ્કૃત શીખ્યા(૧૯૨૭)માં સાથે અંગ્રેજીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.

વ્યવસાયઃ તંત્રીઃ  ઝગમગ બાળસાપ્તાહિકમાં સેવા આપી.

સાહિત્યપ્રદાનઃ બાળસાહિત્યમાં પ્રથમહરોળના લેખક તરીકેની નામના મેળવનાર.

રઘુ સરદાર નામનું તેમનું પ્રથમપુસ્તક

બાળસાહિત્યવાર્તાઃ મિયાફુસકી(૩૦ભાગ)/છકોમકો(૧૦ભાગ)/છેલછબો(૧૦ભાગ)/

અદુકિયો દડુકિયો(૧૦ભાગ)/પ્રસંગવાર્તાવલિ(૨૦ભાગ)

બાળપ્રેરકસાહિત્યઃ બોધમાળા(૧૦ભાગ)

બાળસાહિત્ય સર્વસંગ્રહ(૧૯૩૬)

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 24, 2013 માં સાહિત્યકારો

 

ટૅગ્સ: , , , , , , ,

સવૈયા છંદ

સવૈયા

માત્રા સંખ્યા- ૩૧ અથવા ૩૨
 ૩૧ માત્રાએ છેલ્લા બે – ગુરુ – લઘુ
 ૩૨ માત્રાએ છેલ્લા બે – ગુરુ – ગુરુ
   ૨  ૧ ૧ ૨  ૨  ૧  ૧  ૧  ૧  ૨ ૨  ૧  ૨  ૧  ૨  ૨  ૨  ૧ ૧  ૨  ૧   31
અં ત ર ની એ ર ણ પર કો ની પ ડે હ થો ડી ચે ત ન રૂ પ ?
                               
કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?
 ૨  ૧  ૧  ૨  ૨  ૨  ૧  ૧  ૨ ૧  ૨  ૨ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧
ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર
                                 
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું  હિન્દુસ્તાન
(1)  કોણ બદલતું સન્ધાકાશે પલપલ સાત રંગીલા જન,
      કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર.
(2) બે-ત્રણ શાણા બે-ત્રણ દાના,પાંચ-સાત રંગીલા જન,
     રહેતા નહીં જ્યાં રહેશો નહીં ત્યાંનગર નહીં એ વગડોવન
(3) પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
     પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?
(4) કોયલના ટહુકાએ ધીરે વન આખાને વાત કરી,
     ફૂલની ફોરમ આછી ઓઢી આ રસ્તે થઇ પરી ગઇ.
(5) તડકા ઉપર બેત્રણ તરતાં પતંગિયાને પૂછયું જઇ,
     જોઇ તમે ? અહીં થઇ હમણાં એક રૂપાળી પરી થઇ.
 

ટૅગ્સ: ,