RSS

Tag Archives: ગુજરાતી ધોરણ – ૧૦

‘શ – ષ – સ’ : વર્ણ ભેદવાળા શબ્દ અને અર્થ (ગુજરાતી ભાષા)

‘શ – ષ – સ’ : વર્ણ ભેદવાળા શબ્દ અને અર્થ

અં – ભાગ

કા – આરતીની જ્યોતિની ભસ્મ

ષુ – બાણ , શર ,તીર

ષા – પ્રભાત ,પરોઢ

ક – ખાવાનો એક પદાર્થ

ણ – ઘસવું તે  

કુષુંભ – ઝેરની થેલી

કે – વાળા

કો – ખજાનો

કો – ખજાનો , ભંડાર

દોશી – કાપડિયો

દો – અપરાધ ,વાંક

શો – કેફ

નિશા – અંધકાર

નિષ્પંદ – સાચુ , ખાતરી પૂર્વકનું

પા – ફાંસો

પ્રશૂન – કળી

ફરશી – અણીદાર નાની કટકી

મા – અડદ,એક જાતનું કઠોર

માશી – કાળાશ પડતો લીલો રંગ

મે – કાજળ

શીદ – આજ્ઞાંકિત ,ચતુર

લા – મડદું

લે – જરાક , અણું

શા – નણંદ

વા – કાગવાશ

વાશી – સોનીનું એક ઓજાર

વિ – કમળનો તંતુ

વિશાદ – વ્યભિચાર ભાવ

વિષાર – સર્પ

શંકર – મહાદેવ   

કલ – કટકો ,ભાગ

ત – સો

બ – મડદું

મન – ઘટાડો , નાશ

માવવું – શાંત કરવું  

ર – કાસડો

રત – સ્પર્ધા

શાંત – મુક, શાંતિયુક્ત

શાખ – આબરૂ

શાખ – આબરૂ , વટ

શાણું – ચતુર , ડાહ્યુ  

શાદી – લગ્ન

શાન – ભભકો

શાપ – બદદુવા

શાબાશ – ખુશી હો ! ધન્ય હો !

શામેલ – સાથી

શાલ – ઊનની કામળી (વસ્ત્ર)

શાવ – બાળ , બચ્ચું

શાળ – ડાંગર

શિફારસ – સોંપણ

શૂર – બહાદૂર

શેર – ભાગ, હિસ્સો

શેલ – તોપનો ગોળો

શોર – ઘોંઘાટ , કોલાહલ

શ્રીમંત – પૈસાદાર

Bhikhabhai patel  (9277552104)

 

અં – ખભો

કા – કપાળે કરવામાં આવતી આડ

સુ – ખ્રિસ્તી ધર્મ શરુ કરનાર પુરુષ

સા – ઠાર , ઝાકર , ઓસ

ક – અભિલાષા , અરમાન

ણ – કસોટી

કુસુંભ – આંખનું દર્દ

કે – મુકદમો  

કો – ગાઉ , દોઢ માઈલ

કો – ચામડાની ડોલ

ડોસી – ગુનેગાર, અપરાધી

દો – મિત્ર,દોસ્ત

સો – નસનું બહુવચન

નિસા – સંતોષ,તૃપ્તિ

નિસ્પંદ – ધ્રુજારો , કંપ

પા – સફળ , મંજૂર

પ્રસૂન – કમળનું ફૂલ

ફરસી – સુતારનું સાલ પાડવાનું ઓજાર

મા – મહિનો

માસી – માની બહેન , પાવૈયો

મે – ઘેટો , એક રાશિ

સીદ – પહોંચ ,પાવતી

લા – ક્રીડા

લે – જરીની (કિનારી)

સા – ચરબી

વા – વસવાટ

વાસી  – બગડી ગયેલો ખોરાક

વિ – અત્યંત કડવું દ્રવ્ય

વિષાદ – દુ:ખ , આપદા

વિસાર – ભૂલવું તે

સંકર – ભેળસેળ , મિશ્રણ

કલ – આખું , સમસ્ત  

સત – સત્ય , સાચું

બ – બધું , સઘળું

મન – ચંપેલીનું ફૂલ

માવવું – સમાવેશ કરવો

ર – અવાજ ,સ્વર

રત – દયાન,લક્ષ,નજર

સાંત – મર્યાદિત

સાખ – અટક ,ઓળખાણ

સાખ – ઝાડ પર પાકેલું ફળ  

સાણું – સાંકડો માર્ગ

સાદી – ઢંઢોરો પીટનાર માણસ

સાન – ઈશારો

સાપ – સર્પ

સાબાશ – ધન્ય , વાહ

સામેલ – ધોંસરી નો ખીલો

સાલ – વર્ષ

સાવ – તદ્ન

સાળ – કપડાં વણવાનું ઓજાર

સિફારસ – ભલામણ

સૂર – અવાજ, સ્વર

સેર – માર્ગ

સેકોષ , પિંડ

સોર – ઉઝરડો , સોળ

સીમંત અઘરાણી  

 
Leave a comment

Posted by on જુલાઇ 30, 2018 માં ગુજરાતી વ્યાકરણ

 

ટૅગ્સ: , ,

નવલરામ પંડ્યા (ગુજરાતી સાહિત્યકાર )

 નવલરામ પંડ્યા  

જન્મ : ૯ /૩ /૧૮૩૬

જન્મ સ્થળ : સૂરતમાં થયો હતો

પિતા : લક્ષ્મીરામ પંડ્યા

માતા : નંદકોર  (સંસ્કારી અને ધર્મપરાયણ નારી)

દાદા : માણેકચંદ પંડ્યા

જ્ઞાતિ : વિસનગર નાગર બ્રાહ્મણ

પ્રથમ લગ્ન : શિવગૌરી

બીજા લગ્ન : મણિગૌરી

અભ્યાસ : પ્રા .શિક્ષણ ( ગોવિંદમહેતા ની ગામઠી શાળામાંથી) મેળવ્યું .

             મેટ્રિક સુધીનું શિક્ષણ સૂરત માંથી મેળવ્યું .

વ્યવસાય : અઢાર વર્ષની નાની ઉંમરે સરકારી નોકરીમાં જોડાયા .

આચાર્ય :  સૂરત ટ્રેનીંગ કોલેજમાં , પ્રેમચંદ રાયચંદ કોલેજમાં અને

            રાજકોટ આર્ટસ કોલેજમાં આચાર્ય તરીખે સેવાઓ આપી. 

સાહિત્ય પ્રદાન :

કવિતા : બાળલગ્ન બત્રીસી (૧૮૭૬) // બાળ ગરબાવલી (૧૮૭૬) // અકબર-બિરબલ (૧૮૭૯ )

          // હિન્દી કાવ્ય તરંગ // મેઘદૂતનું ભાષાંતર //

નાટક : ભટ્ટનું ભોપાળું (૧૮૬૭)// વીરમતી (૧૮૬૯) //

ગદ્ય : નવલગ્રંથાવલિ ભાગ:૧-૨ // વ્યુત્પત્તિ પાઠ // નિબંધ રીતિ //

સંપાદન : પ્રેમાનંદ કૃત કુંવરબાઈનું મામેરું //

ચરિત્ર : કરસનદાસ મુલજીદાસ ચરિત્ર // મહેતા દુર્ગારામ મંછારામનું જીવનચરિત્ર //

                                અવસાન : ૭ /૮ /૧૮૮૮

 

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 24, 2018 માં સાહિત્યકારો

 

ટૅગ્સ: , , , ,

રતિલાલ બોરીસાગર

                   રતિલાલ બોરીસાગર

જન્મતારીખ : 31- 8- 1938

જન્મસ્થળ : સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)

પિતા: મોહનલાલ બોરીસાગર

માતા: સંતોષબહેન

પત્ની : સુશીલાબહેન (લગ્ન:1963)  

અભ્યાસ: M.A, Bed.

              P.h.d : ‘સાહિત્યિક સંપાદન: વિવેચનાત્મક અધ્યયન–1989માં

વ્યવસાય :

            શિક્ષક અને પ્રોફેસર તરીકે સેવા આપી.

           ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળમાં નાયબ નિયામક સેવા આપી.

પારિતોષિક :

         ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ

        ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક

વિશેષતા:

        ગુજરાતી સાહિત્યના ઉચ્ચકોટીના હાસ્યલેખક

સાહિત્યપ્રદાન :

હાસ્ય લેખ: મરકમરક // આનંદલોક// અર્વાચીન ગુજરાતી હાસ્યરચનાઓ //

એન્જોયગ્રાફી // તિલક કરતાં ત્રેપન થયાં //

લઘુનવલ : સંભવામિ યુગે યુગે //

બાળસાહિત્ય : બાલ વન્દના //

             ધોરણ -10 (ગુજરાતી પ્રથમ ભાષા )

                   છત્રી– હાસ્ય નિબંધ

 
Leave a comment

Posted by on જૂન 28, 2017 માં સાહિત્યકારો

 

ટૅગ્સ: , , , , , ,

વિનોદ જોશી ( ગુજરાતી સાહિત્યકાર)

                  વિનોદ જોશી

ASHOK JOSHI

જન્મ તારીખ : 13-8-1955

જન્મસ્થળ : ભોરીંગડા ,જિ: અમરેલી (સૌરાષ્ટ્ર)

વતન : બોટાદ,ભાવનગર  

 પિતા : હરગોવિંદભાઈ જોશી

પત્ની : વિમલ

પુત્ર : અનિરુધ્ધ

અભ્યાસ : એમ.એ (1977)

 પીએચ.ડી (1980)

વ્યવસાય : અધ્યાપક અને અધ્યક્ષ : ગુજરાતી સાહિત્યભવન , ભાવનગર યુનિવર્સિટી

 ડીન ફેકલ્ટી ઑફ આટ્ર્સ , ભાવનગર યુનિવર્સિટી.

સાહિત્ય પ્રદાન : ઓડીયો કેસેટ : ‘પરંતુ’ (1986)

કવિતાસંગ્રહ : ‘શિખંડી’ (1985)

પત્રકથા : ‘મોર પિચ્છ’ (1999)

પદ્યવાર્તા : ‘તુણ્ડિલ તુણ્ડિક’ (1987)

વિવેચન : સોનેટ(1984) // અભિપ્રેત (1986)// ઉદ્દ્ગ્રીવ(1995)

 નિવેશ (1995) //અમૃત ઘાયલ વ્યક્તિમત્તા અને વાડ્મય (1988)

સંપાદન : નીરક્ષીર (1994) //રેડીયો નાટક ( 1991)//

 સાહિત્યનો આસ્વાદ(1992) // રાસ તરંગિણી (1995)//

 સંશોધન : રેડિયો નાટક : સ્વરૂપ સિદ્ધાંત(1986)                        

પારિતોષિક : ‘પરંતુ’ કવિતાસંગ્રહ : કવિ જયંત પાઠક પારિતોષિક.

                   ‘નિવેશ’ વિવેચન : (1994) ગુજરાતી સાહિત્ય પરિષદ 

એવૉડ :  ‘ઝાલર વાગે જૂઠડી‘ કવિતાસંગ્રહ (1986) ક્રિટિક્સ એવૉડ  

              ‘ઝાલર વાગે જૂઠડી‘ કવિતાસંગ્રહ (1989) ઉમાશંકર જોશી એવૉડ

                ગુજરાતી (પ્રથમ ભાષા) ધોરણ =10 (કાવ્ય)   

                          હું એવો ગુજરાતી

હું એવો ગુજરાતી,

જેની;

હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી …..

અંગે અંગે વહે નર્મદા , શ્વાસોમાં મહીસાગર,

અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર;

હું સાવજની ત્રાડ , હું જ ગરવી ભાષા લચકાતી ….. હું એવો ગુજરાતી

નવરાત્રિ નો ગર્ભદીપ હું, હું શત્રુંજય –શૃંગ ,

સૂર્યમંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ,

હું ગિરનારી ગોખ, દ્વારિકા હું સુધારસ પાતી ….. હું એવો ગુજરાતી .

દુહા- છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન ,

મીરાંની કરતાલ હું જ ,હું નિત્ય એક આખ્યાન;

વિજાણંદનું હું જંતર ,હું નરસૈંની પરભાતી …. હું એવો ગુજરાતી

હું ગાંધીનું મૌન,હું જ સરદાર તણી છું હાક,

હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક;

હું સંતોનું સૌમ્ય સ્મિત , તલવાર શૂરની તાતી …. હું એવો ગુજરાતી

હું મારી માટીનો જાયો,હું ગુર્જર અવતાર ,

મારે શિરે ભારતમાતાનો આશિષનો વિસ્તાર ;

હું કેવળ હું હોઉં છતાં , હું સદા હોઉં મહાજાતિ …. હું એવો ગુજરાતી

 [ હું ગુજરાતી હોવાની  ગૌરવગાથા કવિ વિનોદ જોશીએ ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે.]

 

 
Leave a comment

Posted by on જૂન 12, 2017 માં સાહિત્યકારો

 

ટૅગ્સ: , , , , , , ,

અશોક ચાવડા (ગુજરાતી સાહિત્યકાર)

                                  અશોક ચાવડા

                      કવિ :  અશોક ચાવડા

જન્મતારીખ : 23-8-1978

જન્મસ્થળ : ભાવનગર ( સૌરાષ્ટ્ર)

વતન : મનડાસર ( સુરેન્દ્ર્નગર)

પિતા: પીતામ્બરભાઈ ચાવડા

અભ્યાસ : બી.એ

               બી.કોમ

              એમ.ડી.સી

વ્યવસાય :  માહિતી અને જનસંપર્ક અધિકારી શ્રી

                 ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી( મદદનીશ રજિસ્ટ્રાર)

                 પત્રકાર

                પૂર્વ સહસંપાદક : ‘કુમાર’માસિક

ઉપનામ : ‘બેદિલ’

પુરસ્કાર : સાહિત્ય અકાદમી દિલ્હી (યુવાપુરસ્કાર)

               ગુજરાત સાહિત્ય અકાદમી ( યુવા ગૌરવ પુરસ્કાર)

સાહિત્ય પ્રદાન :

            ગઝલ સંગ્રહ : ‘પગલાં તળાવમાં’ (2003)

                               ‘પગરવ તળાવમાં’

            કવિતા સંગ્રહ : ‘ડાળખીથી સાવ છૂટા’  

ગુજરાતી (પ્રથમભાષા) ધોરણ =10 

દીકરી     (સાહિત્યપ્રકાર=ગઝલ)

સ્વર્ગની એકેક દેવીની ઝલક માં દીકરી :

છે સુખડ-ચંદન ને કુમકુમ નાં તિલકમાં દીકરી .

સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે.

કોતરો છે કોઈ વરસોથી ખડકમાં દીકરી.

લાજ-મર્યાદ, શરમ ગૌરીવ્રતોની હારમાં

ઊછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી .

જે શિરે હું હાથ ફેરવતો , હવે એ હાથ દે,

વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી .

સૂર,શરણાઈ,સગાંસંબંધીઓની ભીડ્માં,

રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી .

 

 

 

 
Leave a comment

Posted by on જૂન 11, 2017 માં સાહિત્યકારો

 

ટૅગ્સ: , , , , , , , , ,

જોડાક્ષર

 
 

ટૅગ્સ: , , ,

વિરુદ્ધાર્થી

 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 7, 2014 માં ગુજરાતી વ્યાકરણ

 

ટૅગ્સ: , , , , ,

શબ્દસમૂહ માટે એક શબ્દ-1

શબ્દસમૂહ માટે એક શબ્દ
(251)   જમીનની સપાટી = ભૂતળ
(252)   ઈશ્વરના ગુણગાન ગાવાનો ઉત્સવ = ઓત્સવ
(253)  કુબેરનો ગણ = કિન્નરે
(254)  હિંદુતત્વોમાં છ શાસ્ત્રો = ખટદર્શન/ખટશાસ્ત્ર
(255)  કલ્પના અનુસારનો એક સોનેરી પર્વત = મેરુ
(256)  ઈન્દ્રપ્રસ્થનગરના વાસીઓ = ઈન્દ્રપ્રસ્થજનો
(257)  માથાનાં વાળ = શિરકેશ
(258)  કુમારી અવસ્થા = કૌમાર્ય
(259)  હરખથી ઘેલું = હરખ ઘેલો/પોમલો
(260)  લાંબી નજર = દીર્ઘ દષ્ટી
(261)  યુદ્ધે ચડેલી વીરાંગના = રણચંડી
(262)  સંસાર પ્રત્યે અતિશય સ્નેહ હોવો તે = આસક્તિ
(263)  પોતાની મૂળ જગ્યાને છોડીને ચોલ્યા જવું તે = હિજરત
(264)  સામે પડઘો પડવો તે = પ્રતિધ્વનિ
(265)  ઘરની બાજુની દિવાલ = કરો
(266)  આ બાજુને = આણીપા
(267)  ખરાબ કામ = કુર્કમ
(268)  બાળકના જન્મ પછી તરત જ આપવામાં આવતું ગોળ-પાણી= ગળથુંથી
(269)  હવાની લહેરનો મંદ અવાજ = સરસરાહટ
(270)  જાણવાની ઈચ્છાવાળું = જિજ્ઞાસુ
(271)  ભૂખ્યાને અન્ન આપવું તે = સદાવ્રત
(272)  વરકન્યા પરણવા બેસે તે મંડપ = ચોરી/માંહ્યરું
(273)  જેની પત્ની હયાત હોય તે પુરુષ = સધુર
(274)  જેનો પતિ હયાત હોત તે સ્ત્રી = સૌભાગ્યવતી
(275)  જેની પત્ની હયાત નથી તે પુરુષ = વિધુર
(276)  જેનો પતિ હયાત નથી તે સ્ત્રી = વિધવા
(277)  અતિથિને માન આપવા સમૂહમાં જવું તે = સમૈયું
(278)  ભાગ્યે જોવા મળે તે = વિરલ
(279)  મુસાફરીમાં સાથે લઈ જવાનો ખોરાક = ભાથું
(280)  માલની હેરા ફેરી કરવાનું સાધન = કેરિયર
(281)  તેલ કાઢનાર = તેલિયો
(282)  લપાતો છુપાતો = સુષુપ્ત
(283)  ગાયો માટે કરવામાં આવતું દાન = ગૌદાન
(284)  જરૂરિયાત પુરતું બોલનાર = મિતભાષી
(285)  રાજકીય ખટપટમાં રચ્યો પચ્યો રહેનાર = મુત્સદી
(286)  જે ગળે નહી તેવું = અનર્ગળ
(287)  જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે = બિંબ
(288)  સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું = કાંબીઉં
(289)  જેને ઢાંકેલું નથી તે = અનાવૃત
(290)  જૂનાં વિચારોને સમર્થન આપનારું = રૂઢિચુસ્ત
(291)  દસ વર્ષનો સમયગાળો = દાયકો
(292)  સહેલાઇ થી મેળવી શકાય તેવું = સહજ/સાધ્ય
(293)  સાર્થક છે જેનું કૃત્ય તે = કૃતાર્થ
(294)  જમીન ખોદીને અંદર બનાવેલી જગ્યા = ભોંયરું
(295)  ઝાડની છાલમાંથી બનાવેલું વસ્ત્ર = વલ્કલ
(296)  ભાંગી તૂટી ગયેલી ઈમારત = ખંડિયેર
(297) જમવા આવવાનું નિમંત્રણ = નાતરું
(298) ગૌરવ અપાવે તેવું = ગૌરવવંતું
(299)  એકીટશે જોઇ રહેવું તે = અનિમેષ
(300)  પથ્થર ઘડનાર = શિલ્પી
(301)  હોળી ખેલવા નિકળેલો માણસ = ઘેરૈયો
(302)  સૌના તરફનો સમાન ભાવ = સમભાવ
(303)  વડનું લટકતું મૂળ = વડવાઇ
(304)  ખભે નાખવાનું વસ્ત્ર = ખેસ
(305)  પાણીનો નાનો એવો ધોધ = ધધૂડો
(306)  ગાયોનું ટોળું = ધણ
(307)  ગગનને ભેદનાર = ગગનભેદી
(308)  ધરતીની સપાટી = ધરાતલ
(310)  દેવોની નગરી = અમરીપુરી
(311)  તુલસીઓથી ભરેલું વન = વૃંદાવન
(312)  કુબેરનો અનુચર = યક્ષ
(313)  વેદપુરાણ વગેરે જેવાં ધર્મશાસ્ત્રો = અગમનિગમ
(313)  ત્રણ કલાકનો સમય ગાળો = પ્રહર/પ્હોર
(314)  પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલવું  તે = શેલોરો
(315)  વદનરૂપી ચંદ્ર = વદનસુધારક
(316)  જેને વિરહ થયેલો હોય તેવું = વિયોગી
(317)  વહાણ ચલાવનાર = ખલાસી
(318)  બીજાનું દુઃખ જોઇ દિલમાં થતી લાગણી = દિલસોજી
(319)  યક્ષ સ્ત્રી = જક્ષણી
(320)  શાકભાજી = બકાલું
(321)  આંખથી સાંભળનાર = ચક્ષુઃશ્રવા
(322)  નેતરની લાકડી = નેત
(323)  દેશી રાજ્ય = રિયાસત
(324)  મનમાં ને મનમાં = મનોમન
(325)  ગીતામાં કહેવાયેલી = ગીતાભાખી
(326)  પાર વિનાનું = નિરવધિ
(327)  પાંદડાનો અવાજ = મર્મર
(328)  ખૂબ બોલ બોલ તે વ્યક્તિ = વાચાળ
(329)  જાણવાની ઇચ્છા = જિજ્ઞાસુ
(330)  શારીરિક રીતે ઈન્દ્રીયથી અશક્ત = પાંગળું
(331)  સાંભળી ન શકનાર = બધિર
(332)  જનો પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રી = પ્રોષિતભતૂકા
(333)  મદારીની મોરલી = બીન
(334) તત્ત્વને જાણનાર = તત્ત્તજ્ઞાની
(335)  કણસ કાપવાની ક્રિયા = લણણી
(336)  લગભગ દશ કિલોનું વજન = અધમણ
(337)  દયા ઉપજાવે તેવું = દયામણું
(338)  ત્રણ કાળનું જ્ઞાન = ત્રિકાળજ્ઞાન
(339)  ઊંડા પાણીની જગ્યા = ઘૂનો
(340)  લગ્ન સમય શરીરપર ચોપડવામાં આવતો પદાર્થ = પીઠી
(341)  ઉત્તમ એવું તીર્થ = તીર્થોત્તમ
(342)  બાળક પ્રત્યેનો માં નો પ્રેમ = વાત્સલ્ય
(343)  જે ભેદી ન શકાય તેવું = અભેદ/વજ્જરસમાણું
(344)  સળગે ત્યારે  એક પ્રકારની સુગંધ આપે તે દ્રવ્ય = ધૂપ
(345)  ઉકેલી ન શકાય તે સમસ્યા = મડાગાંઠ
(346)  શંકા વિનાનું  = નિઃશંક
(347)  ગુણો વિનાનું = નિર્ગુણ
(348)  છાતીના રક્ષણમાટ.નું કવચ = વક્ષસ્ત્રાવ
(349)  અંતરની વૃતિ કે ભાવ = અંતર્ભાવ
(350)  જ્યાં પહોંચી ન શકાય તેવું = દુર્ગમ/અગમ્ય
(351)  પ્રયાસથી મેળવી શકાય તેવું = સામ્ય  
 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 11, 2014 માં ગુજરાતી વ્યાકરણ

 

ટૅગ્સ: , , ,

માતૃપ્રેમ

મ-૨   માતૃપ્રેમ 

   મા તે મા

   વાત્સલ્યમૂર્તિ જનની

  જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

                         અર્પી દઉં સો જન્મ એવડું મા ! તુજ લેણું !

                         મારી બા

આઈ,જનેતા,બા,જનની,જી,માતા,જનયિત્રી,પ્રસૂ,માતુશ્રી,માઈ,મા, 

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ જનેતા/બા  બનાવવાનું વિચાર્યું હશે ! 

જનેતા – જન્મ આપનારી 

બા – લાડ અને વહાલનો સાગર 

વિનોબા ભાવે લખે છે કે,બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ,જે આપણી પાસે છે.

તે ખુદ આપણી મા છે.

અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ .

  એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો

મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી !

    જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો

તે ‘ મા ’ ,‘ બા ’ છે.

કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ

બોટાદકરે  પોતાની કવિતામાં કહ્યું છે કે,

“ જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

   મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,

   એથી મીઠી તે મોરી માત રે……. જનનીની જોડ”

   બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર

કરનારમાતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક

ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો

વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર

માતાને જો ઈશ્વરે પેદા  જ ના કરી હોય તો આપણું શું થાત ? સાચે જ, જગતમાં સૌ

સગાસ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને

પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે.

     કવિ પ્રેમાનંદે સાચુ જ કહ્યું છે કે, “ ગોળ વિના મોળો કંસાર,માતા વિના સૂનો

સંસાર.”– એ પંક્તિ સાર્થક કરતી માતા સંતાનની માત્ર જન્મદાત્રી જ નથી, એમનું

જીવની પેઠે જતન  કરનારી જનેતા ને સંસ્કારધાત્રી પણ છે. માતા એ સંતાનના

જીવન અજવાળાનો અવતાર પણછે.માટે એમ પણ કહેવાયું છે કે , “ ઘોડે ચડતો

બાપ મરજો પણ દરણાં દરતી મા ન મરજો.”

      આખા જગતનો આધાર માતાની આગળી છે.એની આંગળીમાં કવિ હરીન્દ્ર

દવે કહે છે  તેમ અભય છે.સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની

આંગળી ઝાલી હશે તો  એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે.

મ-૪  ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એનાપોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય  પોતાના   વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી.કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલીમાયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ? ‘મા તે મા’ બીજા બધા વગડાના વા.

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્યઅને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવુંપડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી  સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે‘ જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે વનરાજને ગુણસુંદરીએ,સિદ્ધરાજને મિનલદેવીએ,શિવાજીને જીજીબાઇએ, સરદારવલ્લભભાઇને લાડબાએ અને ગાંધીજીને પૂતળીબાઇએ જે સંસ્કારનું સિંચન કર્યું છેતે કોઇથી અજાણ્યું નથી ! 

દુઃખો વેઠીને,પેટે પાટાબાંધીને,પોતાનાં જીવનનું જતનકરીને,રાત-દિવસપુત્રના  હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતાને ઘડપણમાં જો પુત્ર તરફથીપ્રેમને બદલે    તિરસ્કાર,સહારાને બદલે અપમાન. અને મદદને બદલે કુવચનોસાંભળવા મળે તો એ પુત્રને  પુત્ર કહેવો કે પથ્થર ?છતાં માતાના મુખમાંથી સંતાન માટે ‘ખમ્મા મારા દિકરા’ એ વેણ સરી જ પડે.   કવિએ કહ્યું છે કે, “ છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.” ધન્ય છે મા તને

‘ અર્પી દઉં સો જન્મ એવડું મા,તું જ લહેણું ’- કવિ મલબારી

માતાના ઋણને ચૂકવવા જન્મો ના જન્મો જતાં રહે તો પણ આપણે તેને પૂર્ણ કરી

શકવાના નથી…નથી….ને….નથી.

‘ માતાના ચરણ તળે જ સ્વર્ગ છે ’-  કુરાનમાં કહ્યું છે.

માતૃપ્રેમ પર અનેક નામિ-અનામિ કવિઓ અને લેખકોની ઉક્તિઓ સાહિત્યમાં લખાઇ છે.

(૧) માતાએ માતૃવાત્સલ્યની મીઠી વીરડી છે.

(૨) માતાએ બાળકના જીવનનું સર્વોત્તમ અમી છે.

(૩) માતાએ મમતાની અને ત્યાગની મૂર્તિ ,સહાનૂભુતિની દેવી છે.

(૪) ભૂલો ભલે બીજૂ બધુ માબાપને ભૂલશો નહી.

(૫) એક ત્રજવામાં માને બેસાડો બીજા ત્રાજવામાં આખી દુનીયાને મૂકો છતાં માનું પલ્લુ નમતુ રહે છે.

(૬) ભાઇ મરે ભવ હારી એ,બેની મરે દશ જાય.

(૭) જેના નાનપણમાં મવતર મરે એના ચારે દિશાના વાયરા વાય.

(૮) તુ કિતની અચ્છી હૈ.. તુ કિતની ભોલી હૈ..  ઓ મા..મા તું ભગવાનથી ઉપર છે.

(૯)  મા તારું  મેઝીક સૌથી અલગ છે.

(૧૦) પ્રેમની ગંગા આસું બની આંખમાંથી  ટપકે છે;તો કયારેક ધાવણ બનીને માતાનાં હૃદયમાંથી ટપકે છે.

(૧૧) જનનીના હૈયામાં પોઢતાં પોઢતાં પીધો કસુંબીનો રંગ.

(૧૨) જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગિયસે .

(૧૩) હેન્ડ ધેટ રોક ધ ફેટલ રૂરલ ધવલ.

(૧૪) જેકર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે.

(૧૫) મધર ઇઝ નેક્ષટ ગોડ (માતાએ બીજો ભગવાન છે. )                

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 29, 2013 માં ગુજરાતી નિબંધ

 

ટૅગ્સ: ,

હાય ! મોઘવારી

       હાય ! મેાઘવારી
મેાઘવારી સોંઘી થઇ,માનવ થયો લાચાર.
   001
 

આઝાદી મેળવે  સિતેર પંચોતેર વર્ષો વીતી ગયા

  • છ્તાં ભારતની પ્રજાને અનેક સમસ્યાઓનો

સામનો કરવો જ  રહ્યો .

તેમાંની મુખ્ય સમસ્યા

મોંઘવારી

મોંઘવારી વિકરાળ સ્વરૂપે સામે આવી ઊભી છે. મોંઘવારીએ માઝા મૂકી છે.

શું આવી અવદશા સારું આઝાદી

આપણે મેળવી હતી ?

દેશના માનવીને  કાળી મજુરી કરવા છતાં

બે ટંકનું ખાવાનું ધાન્ય નથી મળતું.

002

મોંઘવારીના નાગચૂડના ભરડામાં આજે ગરીબ અને મધ્યમવર્ગનો માનવી  પિસાઈ રહ્યો  છે.

મોંઘવારીને કારણે તો આજે ગરીબો અને અમીરો વચ્ચે

મોટી ખાઇ રચાઇ  છે.

ગરીબો ગરીબ બનતાં જાય છે,

જ્યારે અમીરો અમીર બનતા જાય છે.

કવિશ્રી કરસનદાસ માણેકે સાચું જ કહ્યું છે.

                     છે ગરીબોનાં કૂબામાં તેલનું ટીપંુ દોહ્યલું;
                    ને શ્રીમતોની કબર પર ઘી ના દીવા થાય છે.
                                                              કવિશ્રી કરસનદાસ માણેક
રોટીકપડાં અને મકાન

આ  માનવીની મૂળભૂત જરૂરિયાતો છે.

તે પણ મેળવવી આજે આમ આદમીને મુશ્કેલ છે.

અમીરો મોં માગ્યા પૈસા આપીને જીવન

જરૂરિયાતની ચીજ વસ્તઓ મેળવી લે છે.

જ્યારે આ દેશની સીત્તેર ટકા વસતી

ગરીબ અને મધ્યમવર્ગની છે. તેનું શું ?

આજની આ મોંઘવારીમાં

મોંઘો માનવદેહ લાચાર બનતો જાય છે.

આ દેશમાં આઝાદી હોય તોયે શું  ને ના હોય તોયે શું  ?

        એક જમાનામાં રૂપિયો ગાડાના પૈડાં જવો લાગતો હતો !

આપણા વડવાઓ કહેતા

               ચાર આને મણ બાજરો,ચાર આને મણ જઉ;
               ચાર આને મણ ઘઉ;  તે દિવસની કથા કહું.

તે સમયે ખેતરમાં કામ કરતાં મજૂરોની

મજૂરી સાવ સામાન્ય હતી.

સરકારી નોકરી કરતા કર્મચારીનો માત્ર સાતરૂપિયા. 

સામાન્ય પગારમાં પણ પોતાનાં કુટુંબનું આરામથી

 ભરણપોષણ કરી શકતો હતો.

મુઠ્ઠી રૂપિયોમાં થેલી ભરીને વસ્તુ લઇને આવતો હતો.

આજે  થેલી ભરીને રૂપિયા લઇ જાય તો પણ મુઠ્ઠી

વસ્તુ લઇને આવતો નથી.

મોંઘવારીને નાથવામાં અત્યાર સુધીની

સરકારો નિષ્ફળ ગઈ છે.

સરકારી ડેટા મુજબ છૂટ્ક ફુગાવો દર 

ડિસેમ્બર 2018 માં : 2.11%

નવેમ્બર 2019માં : 5.54%

ડિસેમ્બર 2020માં :  7.35 %

પહોંચવાની શક્યતા છે.

મોંઘવારીએ માઝા મૂકી છે.

 અગ્રેજો આમાનું કશું લઇ ગયા નથી.

તો ગયું ક્યાં ?

પારકા પીડે તો વેદના સહન થાય

પણ પોતાના પીડે ત્યારે વેદના અસહ્ય થાય.

ભારત ખેતી પ્રધાનદેશ

સિતેરા ટકા લોકો ખેતી પર નભે છે. 

તેમને એક તરફનો માર હોય તો સહન થાય.

જગતના તાત સામે તીડનું તાંડવ,

નિસર્ગ વાવાઝોડુંતાંડવ ,

ભૂકંપનું તાંડવ ,

અને તેમાં રહી જતું હતું 

તે આવ્યું  કોરોનાનું તાંડવ. 

મોંઘવારીનો માર તો સહન કરતો આવ્યો છે,

હવે તેને જવું તો કયાં જવું ?

મોંઘવારીનું વિષચક્ર બધા જ ક્ષેત્રોને આવરી લે છે.

 માનવીની જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ

કુદકે-ભૂસકે વધતાં જ જાય છે.

 આજે

004
                            250 રૂ/—                    22  રૂ/—                   35 રૂ/—
                                         એક  વર્ષનાગાળામાં  ભાવાંક વધીને
                             771  રૂ/—                  65 રૂ/—                    110  રૂ/—
 આ જોતા માનવી સોંઘો,સસ્તો અને લાચાર બનાવ્યો.
આજે મીઠા થી માંડી મીઠાઇ સુધીની તમામ ખાચીજો મોંઘી.
005
                         પાણીથી માડી પેટ્રોલ સુધીના તમામ પ્રવાહીઓ મોંઘા
006
                         

આજે પેટ્રોલ-ડિઝલ ના ભાવ ભડકે બળે છે.

પેટ્રોલ ભાવ : 77.44,

ડિઝલ ભાવ : 75.10

ખીલીથી માડી ખાસડાં સુધીની તમામ વસ્તુઓ મોંઘી.
                  008
                                       ટાંકણીથી માંડી ટાયર સુધીની તમામ
010

તમામ ચીજવસ્તુઓ ભાવ આસમાને પહોંચ્યાં છે,

ત્યારે..માનવી મોં પહોળું કરીને,

આંખો ઝીણી કરીને અને

પેટે પાટા બાંધીને

આ બધું  જોયા કરે છે.

દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારી મધ્યમવર્ગના

માનવી માટે જીવલેણ અને ભયાનક બની ગઈ છે.

આજનો માનવી એક સાંધે ત્યાં તેર તૂટે છે

જીવનના અંત સુધી બે છેડા

ક્યારે ભેગા કરી શકો નથી. 

બદતરમાં બદતર જીવન દેશનો

માનવી જીવી રહ્યો છે.

                                                   શું આપણે જવાબદાર છીએ ?
011
                                            શું આપણી સરકાર જવાબદાર છે. ?
013
                                    શું આપણા વેપારીઓ જવાબદાર છીએ ?
012
કોણ છે ?
 આ મોંઘવારીને સોંઘી બનાવી દેનાર…
શું બનાવટીઅછત ઉભી કરનાર ભષ્ટાચારીઓ છે?
શું જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સંઘરાખોરી કરનાર માણસો છે?
શું કાળાનાણાને ફરતું રાખનાર કાળાબજારીઆઓ છે ?
શું પશુથી પણ બદતર જીવન જીવવામાટેની ફરજ પાડનાર ઘાતકીઓ છે ?
        હાય ! મોંઘવારી… હાય ! મોંઘવારી… હાય ! મોંઘવારી…….
નરાધમો એક વસ્તુ ભૂલી જાય છે કે 
તુલસી હાય ગરીબકી કભી ન ખાલી જાય.જૈસિ કરણી એસિ ભરણી”. 
જેમણે ગરીબની હાય લીધી છે; કોઇની આંતરડી ઠારી નથી એમને એક દિવસ કુતરાંના મોતે મરવાનો દિવસ આવશે.તેની અંતિમ ઘડીએ એનો પૈસો કે પદ કશું કામ આવતું નથી.
મેરા વિદ્રોહ ગલત હો સકતા હૈ લેકિન મેરી વેદના નહીં… 
બંધનું એલાન હવે પોસય  તેમ નથી .
મોંઘવારી ડામવા ખરેખર શું કરવું જોઇએ ?

મોંઘવારી ડામવા ખરેખર શું કરવું જોઇએ ?

સમાજ,ધર્મ,જ્ઞાતિના શ્રેષ્ઠીઓ,

નિપૂર્ણ  વિચારધારકો,

 નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ અને

નાણાશાસ્ત્રીઓના મંતવ્યો,સલાહના આધારે 

મોંધવારીને નાથવા  સજ્જ્ડ પગલાં લેવા જોઇએ.

મોંઘવારીથી અમને બચાવો.

જીવો અને જીવવા દો.

સંકલન : ભીખાભાઇ પટેલ

 

 

 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 20, 2013 માં ગુજરાતી નિબંધ

 

ટૅગ્સ: , , , ,