RSS

Tag Archives: હાયરે ! મેાંઘવારી

હાય ! મોઘવારી

       હાય ! મેાઘવારી
મેાઘવારી સોંઘી થઇ,માનવ થયો લાચાર.
   001
 

આઝાદી મેળવે  સિતેર પંચોતેર વર્ષો વીતી ગયા

  • છ્તાં ભારતની પ્રજાને અનેક સમસ્યાઓનો

સામનો કરવો જ  રહ્યો .

તેમાંની મુખ્ય સમસ્યા

મોંઘવારી

મોંઘવારી વિકરાળ સ્વરૂપે સામે આવી ઊભી છે. મોંઘવારીએ માઝા મૂકી છે.

શું આવી અવદશા સારું આઝાદી

આપણે મેળવી હતી ?

દેશના માનવીને  કાળી મજુરી કરવા છતાં

બે ટંકનું ખાવાનું ધાન્ય નથી મળતું.

002

મોંઘવારીના નાગચૂડના ભરડામાં આજે ગરીબ અને મધ્યમવર્ગનો માનવી  પિસાઈ રહ્યો  છે.

મોંઘવારીને કારણે તો આજે ગરીબો અને અમીરો વચ્ચે

મોટી ખાઇ રચાઇ  છે.

ગરીબો ગરીબ બનતાં જાય છે,

જ્યારે અમીરો અમીર બનતા જાય છે.

કવિશ્રી કરસનદાસ માણેકે સાચું જ કહ્યું છે.

                     છે ગરીબોનાં કૂબામાં તેલનું ટીપંુ દોહ્યલું;
                    ને શ્રીમતોની કબર પર ઘી ના દીવા થાય છે.
                                                              કવિશ્રી કરસનદાસ માણેક
રોટીકપડાં અને મકાન

આ  માનવીની મૂળભૂત જરૂરિયાતો છે.

તે પણ મેળવવી આજે આમ આદમીને મુશ્કેલ છે.

અમીરો મોં માગ્યા પૈસા આપીને જીવન

જરૂરિયાતની ચીજ વસ્તઓ મેળવી લે છે.

જ્યારે આ દેશની સીત્તેર ટકા વસતી

ગરીબ અને મધ્યમવર્ગની છે. તેનું શું ?

આજની આ મોંઘવારીમાં

મોંઘો માનવદેહ લાચાર બનતો જાય છે.

આ દેશમાં આઝાદી હોય તોયે શું  ને ના હોય તોયે શું  ?

        એક જમાનામાં રૂપિયો ગાડાના પૈડાં જવો લાગતો હતો !

આપણા વડવાઓ કહેતા

               ચાર આને મણ બાજરો,ચાર આને મણ જઉ;
               ચાર આને મણ ઘઉ;  તે દિવસની કથા કહું.

તે સમયે ખેતરમાં કામ કરતાં મજૂરોની

મજૂરી સાવ સામાન્ય હતી.

સરકારી નોકરી કરતા કર્મચારીનો માત્ર સાતરૂપિયા. 

સામાન્ય પગારમાં પણ પોતાનાં કુટુંબનું આરામથી

 ભરણપોષણ કરી શકતો હતો.

મુઠ્ઠી રૂપિયોમાં થેલી ભરીને વસ્તુ લઇને આવતો હતો.

આજે  થેલી ભરીને રૂપિયા લઇ જાય તો પણ મુઠ્ઠી

વસ્તુ લઇને આવતો નથી.

મોંઘવારીને નાથવામાં અત્યાર સુધીની

સરકારો નિષ્ફળ ગઈ છે.

સરકારી ડેટા મુજબ છૂટ્ક ફુગાવો દર 

ડિસેમ્બર 2018 માં : 2.11%

નવેમ્બર 2019માં : 5.54%

ડિસેમ્બર 2020માં :  7.35 %

પહોંચવાની શક્યતા છે.

મોંઘવારીએ માઝા મૂકી છે.

 અગ્રેજો આમાનું કશું લઇ ગયા નથી.

તો ગયું ક્યાં ?

પારકા પીડે તો વેદના સહન થાય

પણ પોતાના પીડે ત્યારે વેદના અસહ્ય થાય.

ભારત ખેતી પ્રધાનદેશ

સિતેરા ટકા લોકો ખેતી પર નભે છે. 

તેમને એક તરફનો માર હોય તો સહન થાય.

જગતના તાત સામે તીડનું તાંડવ,

નિસર્ગ વાવાઝોડુંતાંડવ ,

ભૂકંપનું તાંડવ ,

અને તેમાં રહી જતું હતું 

તે આવ્યું  કોરોનાનું તાંડવ. 

મોંઘવારીનો માર તો સહન કરતો આવ્યો છે,

હવે તેને જવું તો કયાં જવું ?

મોંઘવારીનું વિષચક્ર બધા જ ક્ષેત્રોને આવરી લે છે.

 માનવીની જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ

કુદકે-ભૂસકે વધતાં જ જાય છે.

 આજે

004
                            250 રૂ/—                    22  રૂ/—                   35 રૂ/—
                                         એક  વર્ષનાગાળામાં  ભાવાંક વધીને
                             771  રૂ/—                  65 રૂ/—                    110  રૂ/—
 આ જોતા માનવી સોંઘો,સસ્તો અને લાચાર બનાવ્યો.
આજે મીઠા થી માંડી મીઠાઇ સુધીની તમામ ખાચીજો મોંઘી.
005
                         પાણીથી માડી પેટ્રોલ સુધીના તમામ પ્રવાહીઓ મોંઘા
006
                         

આજે પેટ્રોલ-ડિઝલ ના ભાવ ભડકે બળે છે.

પેટ્રોલ ભાવ : 77.44,

ડિઝલ ભાવ : 75.10

ખીલીથી માડી ખાસડાં સુધીની તમામ વસ્તુઓ મોંઘી.
                  008
                                       ટાંકણીથી માંડી ટાયર સુધીની તમામ
010

તમામ ચીજવસ્તુઓ ભાવ આસમાને પહોંચ્યાં છે,

ત્યારે..માનવી મોં પહોળું કરીને,

આંખો ઝીણી કરીને અને

પેટે પાટા બાંધીને

આ બધું  જોયા કરે છે.

દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારી મધ્યમવર્ગના

માનવી માટે જીવલેણ અને ભયાનક બની ગઈ છે.

આજનો માનવી એક સાંધે ત્યાં તેર તૂટે છે

જીવનના અંત સુધી બે છેડા

ક્યારે ભેગા કરી શકો નથી. 

બદતરમાં બદતર જીવન દેશનો

માનવી જીવી રહ્યો છે.

                                                   શું આપણે જવાબદાર છીએ ?
011
                                            શું આપણી સરકાર જવાબદાર છે. ?
013
                                    શું આપણા વેપારીઓ જવાબદાર છીએ ?
012
કોણ છે ?
 આ મોંઘવારીને સોંઘી બનાવી દેનાર…
શું બનાવટીઅછત ઉભી કરનાર ભષ્ટાચારીઓ છે?
શું જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સંઘરાખોરી કરનાર માણસો છે?
શું કાળાનાણાને ફરતું રાખનાર કાળાબજારીઆઓ છે ?
શું પશુથી પણ બદતર જીવન જીવવામાટેની ફરજ પાડનાર ઘાતકીઓ છે ?
        હાય ! મોંઘવારી… હાય ! મોંઘવારી… હાય ! મોંઘવારી…….
નરાધમો એક વસ્તુ ભૂલી જાય છે કે 
તુલસી હાય ગરીબકી કભી ન ખાલી જાય.જૈસિ કરણી એસિ ભરણી”. 
જેમણે ગરીબની હાય લીધી છે; કોઇની આંતરડી ઠારી નથી એમને એક દિવસ કુતરાંના મોતે મરવાનો દિવસ આવશે.તેની અંતિમ ઘડીએ એનો પૈસો કે પદ કશું કામ આવતું નથી.
મેરા વિદ્રોહ ગલત હો સકતા હૈ લેકિન મેરી વેદના નહીં… 
બંધનું એલાન હવે પોસય  તેમ નથી .
મોંઘવારી ડામવા ખરેખર શું કરવું જોઇએ ?

મોંઘવારી ડામવા ખરેખર શું કરવું જોઇએ ?

સમાજ,ધર્મ,જ્ઞાતિના શ્રેષ્ઠીઓ,

નિપૂર્ણ  વિચારધારકો,

 નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ અને

નાણાશાસ્ત્રીઓના મંતવ્યો,સલાહના આધારે 

મોંધવારીને નાથવા  સજ્જ્ડ પગલાં લેવા જોઇએ.

મોંઘવારીથી અમને બચાવો.

જીવો અને જીવવા દો.

સંકલન : ભીખાભાઇ પટેલ

 

 

 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 20, 2013 માં ગુજરાતી નિબંધ

 

ટૅગ્સ: , , , ,