RSS

Daily Archives: જાન્યુઆરી 7, 2014

‘સૈફ’ પાલનપુરી

   ‘સૈફ’ પાલનપુરી

નામઃ સૈફદીન ખારાવાલા

જન્મઃ ૩૦/૮/૧૯૨૪

જન્મસ્થળઃ પાલનપુર

પિતાઃ ગુલાબઅલી ખારાવાલા

માતાઃ રૂકૈયાબાઇ

ઉપનામઃ ‘સૈફ’ પાલનપુરી

અભ્યાસઃ પ્રાથમિક શિક્ષણ ઉર્દુમાં મેળવ્યું

મેટ્રીક શિક્ષણ મુંબઇમાંથી.

બી.એઃ ફારસી અને ગુજરાતી વિષયમાં(સેન્ટ ઝેવિયર્સ કોલેજ,મુબંઇ)

એલ.એલ.બી(નાપાસ)

શિષ્યઃ હરજી લવજી દામાણી(શયદા)ના

વ્યવસાયઃ શયદા સાહેબના ‘ બે ઘડી મોજ’ નામના અઠવાડિકમાં ‘ બઝને શાએરી’માં કોલમ લખતાં હતાં

પ્રથમ ઉર્દુ ગઝલઃ કારવા ને ઝેવિયરમાં પ્રસિદ્ધ થઇ .

સાહિત્ય પ્રદાનઃ ગઝલઃ ઝરુખો(૧૯૬૮)/હિંચકો(૧૯૭૧)

સંપાદનઃ મરીઝ સાહેબ સાથે ‘ બગીચો’ નું સંપાદન

 અવસાનઃ ૭/૫/૧૯૮૦

પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ

પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.

હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.

નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત થઇ ગઇ.

મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ.

જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.

સ્વપ્ન નો’તું – છતાં જઇને ભેટી પડ્યા,
‘સૈફ’થી ભૂલ કેવી સખત થઇ ગઇ

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 7, 2014 માં સાહિત્યકારો

 

ટૅગ્સ: , , , , , , , ,