RSS

Daily Archives: માર્ચ 16, 2022

નરસિંહ મહેતાના ભજન

નરસિંહ મહેતાના અન્ય ભજન

નરસિંહ મહેતા ના પ્રભાતિયા

નરસિંહ મહેતાની હૂંડી

નરસિંહ મહેતાએ લખેલી આરતી અને થાળ

નરસિંહ મહેતાએ રચેલ ગરબો, ગરબી અને રસ

નરસિંહ મહેતાના ભાઈ અને ભાભી પર રચેલ ભજન

નરસિંહ મહેતાએ પોતાની પુત્રી અને સાધુમંડળી પરના લખેલ ભજન

 
Leave a comment

Posted by on માર્ચ 16, 2022 માં Uncategorized

 

અલંકારના ઉદાહરણ

વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ અલંકાર

અખંડ અને અવિભાજય સમયના કટકા કરી નાખ્યા = વર્ણસગાઈ

અને અધિક એથીયે અમર એની આત્માકણી. = વર્ણાનુપ્રાસ

અવિનાશને અન્નકોટના આવે અહર્નિશ અમૃત ઓડકાર. = વર્ણાનુપ્રાસ

આ શેઠ છે ને શેઠ, એ પંડ્યા ,એમનો જીવ જરીક જેવડો. = વર્ણાનુપ્રાસ

આછું અંધારું ને આછો ઉજાશ હતો. = વર્ણાનુપ્રાસ

આવા અંધારામાં આવ્યા કેવી રીતે ? = વર્ણસગાઈ

આવી કંચન સરખી કાયા એક દિવસ કરમાઈ જશે. = વર્ણાનુપ્રાસ

ઊભી બાળા વિવશ બનીને બારીએ બ્હાવરી શી. = વર્ણાનુપ્રાસ

એ અસત્યનો અવતાર હતો = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ

એને આંખ આગળ આવેલા કેશ દૂર કર્યા. = વર્ણસગાઈ

કરીએ સંપ કુટુંબમાં,શત્રુથી શું થાય ? = વર્ણાનુપ્રાસ

કર્ષે કરમ કાન્હ સો કહીએ. = વર્ણાનુપ્રાસ

કામિની કોકિલા કેલિ કૂજન કરે. = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ

કાશીમા એ કામ કાઢ્યું. = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ

કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થાયા છે = વર્ણસગાઈ

કાળને કબજે કરવાનાં કર્યાં કરતુતો કંઈ કંઈરે. = વર્ણાનુપ્રાસ

કાળા કરમનો કાળો કહાન,કાળું કરતો કામ. = વર્ણાનુપ્રાસ

કાળા કર્મ કરનારી કોઇ સ્ત્રી કેળવણી પામેલી કહેવાશે નહી = વર્ણસગાઈ

કાળી ઝીણી પોતડી બંધ બાંધી બાંધેલા હતા. = વર્ણાનુપ્રાસ

કીધું કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું રે ! = વર્ણાનુપ્રાસ

કૃતવર્મા એ કવચ કાપ્યું. = વર્ણાનુપ્રાસ

કેળવણી પામેલી સ્ત્રી પોતાના પિયુની લાડતી પ્યારી બની રહે છે = વર્ણાનુપ્રાસ

ગુણ ગાયે ઝવેરી રે,પૂરણ પરમાણે. = વર્ણાનુપ્રાસ

જળનો જવાન જળવતી બને. = વર્ણાનુપ્રાસ

જાગ,જગન,જપ તપને તીરથ,તેમાં સૌથી મોટો સત્સંગ.= વર્ણાનુપ્રાસ

જીભ થાકીને વિરમે રે,વિરાટ,વિરાટ વદી. = વર્ણાનુપ્રાસ

જે જોયું તે જાય,ફૂલ ફુલ્યું તે ખરશે. = વર્ણાનુપ્રાસ

જેને ગોવિંદના ગુણ ગાયા રે. = વર્ણાનુપ્રાસ

તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. = વર્ણાનુપ્રાસ

તારી તબીબી કાજએ તલખી રહી. = વર્ણાનુપ્રાસ

ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ! = વર્ણાનુપ્રાસ

નટવર નિરખ્યા નેન ! તે… = વર્ણાનુપ્રાસ 

નિજપદ રમે રામ સો કહીએ,રહીમ કહે રહિમાન રી. = વર્ણાનુપ્રાસ

નિત્ય સેવા,નિત્ય કીર્તન- ઓરછવ,નિરખવા નંદ કુમાર રે.= વર્ણાનુપ્રાસ

નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં . = વર્ણાનુપ્રાસ

પંડની પેટી પારસ છે પડયો. = વર્ણસગાઈ

પંડિતોના પારખેની પ્રૌઢ પેઢી ભાંગી પડી. = વર્ણાનુપ્રાસ

પરમાર્થી પરાક્રમી ઘણો,પર મુલકમાં પરવરે. = વર્ણસગાઈ

પાટુંપ્રહારે પૃથ્વી પર પાડયો. = વર્ણાનુપ્રાસ

પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. = વર્ણસગાઈ

પારકું પાતક પોતા ઉપર ઓઢી લીધું. = વર્ણાનુપ્રાસ

પુરી, કાશી, કાંચી, અવધ, મથુરાને અવર સૌ.= વર્ણાનુપ્રાસ

ફાગણે ફૂલડાં ફોરમ ફોરાવે. = વર્ણસગાઈ

બાંધવ શ્રી બળદેવનો બળિયો. = વર્ણાનુપ્રાસ

ભજ રે ભજ તું ભૂતળમાં. = વર્ણાનુપ્રાસ

ભૂખથી ય ભૂંડી ભીખ છે. = વર્ણાનુપ્રાસ

મઘવાદિક પણ મોત મરે,કોણ માત્રમાં માનવી ? = વર્ણાનુપ્રાસ

માડી મીઠી સ્મિત મધુરને ભવ્ય મૂર્તિ પિતાજી. = વર્ણસગાઈ

માથે મેવાડી મોળિયો બિરાજે,ખંભે ખંતીલો ખેસ. = વર્ણસગાઈ

મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ. = વર્ણસગાઈ

મુખ મરકાવે માવડલી. = વર્ણસગાઈ

મૂરખ મનમાં મોટા રે, અજાણ્યે ઉતારણ આણે. = વર્ણસગાઈ

મેરુ રે ડગે ને જેનાં મનનો ડગે. = વર્ણાનુપ્રાસ

રાધા રાસ રમે છે. = વર્ણાનુપ્રાસ

રામ કહો,રહમાન કહો કોઉ,કાન્હ કહે રહિમાન રી. = વર્ણાનુપ્રાસ

લગન લગાડી આગ. = વર્ણાનુપ્રાસ 

લટકાળા તારે લટકે રે લેરખડા હું લાંભાણી. = વર્ણાનુપ્રાસ

લાંબું લખીએ તો લેખિની પણ સુકાઈ જવી જોઈએ. = વર્ણાનુપ્રાસ

લેશ ન લીધો લલિત ઉરનો લ્હાવો જો. = વર્ણાનુપ્રાસ

લોકો એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે ! = વર્ણાનુપ્રાસ

વાગે છે રે વાગે છે,વૃંદાવન મોરલી વાગે છે. = વર્ણાનુપ્રાસ

વાઘને વળી વળાવિયા કેવો ! = વર્ણાનુપ્રાસ

વિપત પડયે ન વલખીએ,વલખે વિપત ન જાય. = વર્ણાનુપ્રાસ

વિપદ પડે વણસે નહિ. = વર્ણાનુપ્રાસ

શશીમુખ સરખું સુખ પાસે. = વર્ણાનુપ્રાસ

સાંકળી શેરીમાં સસરો સામા મળ્યા રે લોલ. = વર્ણસગાઈ

સુનાં સ્થાનો સજીવન થયાં,સાંભળું કંઠ જૂના = વર્ણાનુપ્રાસ

સોબતી સિધાવ્યાથી સિધાવ્યાનો સમય હવે. = વર્ણાનુપ્રાસ

સ્નેહીના સૌજન્યને શોભે એવી શીલાએ શાંતિ જાળવી. = વર્ણાનુપ્રાસ

સ્વાર્થ નું સૌ સગું. = વર્ણાનુપ્રાસ

હળવે હળવે હરજી,મારે મંદિરે આવ્યા રે . = વર્ણાનુપ્રાસ

અંત્યાનુપ્રાસ / પ્રાસ  અલંકાર

 અતિ ભલો નહીં બોલવું,અતિ ભલી નહીં ચૂપ.

            અતિ ભલો નહીં વરસવું,અતિ ભલી નહીં ધૂપ.= અંત્યાનુપ્રાસ

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.

            અત્તરિયા ! અત્તરતો એમ નેમ દીજીએ.= અંત્યાનુપ્રાસ

ગુણ જશ અપરંપાર,દેશ બધામાં દીઠું,

            ભોજનમાં તે ભળે મનુષ્યને લાગે મીઠું = અંત્યાનુપ્રાસ

જતો હતો અંધ થતી નિશામાં,

            સુગુપ્ત રાજગૃહની દિશામાં ! = અંત્યાનુપ્રાસ

જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે,

            ઘસીને જાતને સંતો અન્યને સુખિયાં કરે. = અંત્યાનુપ્રાસ

જામી ગઈ તરત ઘોર,કરાલ રાત.

            લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.= અંત્યાનુપ્રાસ

જેની જશોદા માવલડી.

            ચરાવે ગોકળ ગાવલડી.= અંત્યાનુપ્રાસ

જો જો રે મોતાના બોલ.

            ઊજડ ખેડે બાજ્યો ઢોલ.= અંત્યાનુપ્રાસ

દુર્યોધન પ્રેરિત દૂત એક,

            દેખાવમાં ઘાતક દુષ્ટ છેક.= અંત્યાનુપ્રાસ

નહિ વૃક્ષ નહિ વેલ,નહિ પાને નહિ ફૂલે,

            નહિ નેત્ર નહિ બીજ, કણેકણે અતિ અમૂલ્યે.= અંત્યાનુપ્રાસ

પાનેપાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતા વાત.= અંત્યાનુપ્રાસ

પિંડરે પરવરિયા કહાનડ,વાયે મધુરી વાંસડલી,

      કહે નરસૈયો : સેવો નંદનંદન,કાઢે કુળની કાસડલી. .= અંત્યાનુપ્રાસ

બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી,

               ત્યારે જાણી અનહદ ગતિ,નાથ મ્હારા ત્હમારી.= અંત્યાનુપ્રાસ

ભયની કાયાને ભુજા નથી,વળી સંશયને પાંખ.

       ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,ફૂટી એને રૂંવે રૂંવે આંખ.= અંત્યાનુપ્રાસ

ભરતખંડ ભૂતળમાં જનમી જેણે ગોવિંદ ગુણ ગાયા રે,

ધન ધન રે એનાં માતાપિતા ને સફલ કરી એણે કાયા રે. = અંત્યાનુપ્રાસ

માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,

              દાદી વાંકી રસિક કરતી ગોષ્ટિથી બાળ રાજી. = અંત્યાનુપ્રાસ

વિચારતો નેત્ર જલે ભરાય છે,

                  શરીરનું ચેતન ત્યાં હરાય છે. = અંત્યાનુપ્રાસ

વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.

                  વિદ્યા ભણિયો જેહ,કામનીકંચન ચૂડો. = અંત્યાનુપ્રાસ

હીરાની પરીક્ષા રે,ઝવેરી હોય તે જાણે.

                  મૂરખ મનમાં મોટો રે,અજણ્યે ઉતારણ આણે.= અંત્યાનુપ્રાસ

યમક / શબ્દાનુપ્રાસ અલંકાર

અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા. = શબ્દાનુપ્રાસ

કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો. = શબ્દાનુપ્રાસ

ચેન નથી મન ! કયમ તને, ભેટયા શ્યામ શરીર.= શબ્દાનુપ્રાસ

જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર… = શબ્દાનુપ્રાસ

દીવાનથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર. = શબ્દાનુપ્રાસ

લોચન મનનો  રે ! કે ઝઘડો લોચન મનનો ! = શબ્દાનુપ્રાસ

સતી ખેદ હતી જોતી વદને વધતો જતો ! = શબ્દાનુપ્રાસ

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે. = શબ્દાનુપ્રાસ

કે હીનજન્મે નવ હીન માનવ;કે હીનકર્મે કરી હીન માનવ. = શબ્દાનુપ્રાસ

ન આવ્યો આત્મજ્ઞાની,ના’વ્યો ગુમાની,પોલ પોતાની પિછાણી.= શબ્દાનુપ્રાસ

ઝાડપર ખિસકોલીઓ ખેલ્યા કરે,ઉપર-નીચે અંધકારને ઠેલ્યા કરે.= શબ્દાનુપ્રાસ

સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની માયા કરો..= શબ્દાનુપ્રાસ

સુલતાનના મોકલ્યા બે ગુપ્તચર ગુલતાનમાં મુલતાન જતા હતા.= શબ્દાનુપ્રાસ

હવે રંગ,બની તંગ,મચાવી જંગ,પીયોજી ભંગ. = શબ્દાનુપ્રાસ

કરે ગાન-તાન-પાન પત્ર હાથમાં રે લોલ. = શબ્દાનુપ્રાસ

ઉપમા અલંકાર

આ વૃક્ષો વિશાળ શતરંજ ફલક પર મૂકાયેલા પ્યાદાં જેવાં લાગે છે.= ઉપમા

આંખમાં સમણાં શું ઊઘડે રાતમાંથી પરોઢિયું. = ઉપમા

આંબો સોને મઢાઇ જાય છે. = ઉપમા

આપણા જેવા સામાન્ય માણસનું ગજુ નહી = ઉપમા

આપણે યંત્ર જેવા નથી કે આખો દિવા કામ કર્યાં કરીએ. = ઉપમા

આવી કંચન સરખી  કાયા એક દિવસ  તો કરમાઈ જ જશેને . = ઉપમા

ઊતર્યા રંક ઘરે,શો પુણ્ય પ્રભાવજો ! = ઉપમા

એ ફૂલોની શિતળતા મારી આંખોને જળ છાલકશી સ્પર્શે છે = ઉપમા

એક વખતનું સ્મશાન જેવું ઘર રાત’દિ ધમધમતું થઇ ગયું. = ઉપમા

એના પીળા પડી ગયેલા પાંદડા અદ્લ સોના જેવા લાગે છે. = ઉપમા

કટોરી જેવા રાતા ફૂલો આવનારા ઉનાળાની આગાહી કરે છે = ઉપમા

કમળ જેવો ખીલતો દિવસ,પોયણા જેવી રાત. = ઉપમા

કવિતા કવિઓને વરદાનની જેમ મળતી હોય છે = ઉપમા

કાચ,ઘડિયાળ અને સત્યની પેઠે ટાઇમ ટેબલ નાજુક છે = ઉપમા

કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. = ઉપમા

કાળું લાંબું ગોળ મોઢાવાળું અજગર જેવું જાનવર ધુમાડો કાઢતું = ઉપમા

કૃતાપરાધ શો આવી ઊભી દીન મુખે પતિ. = ઉપમા

કોઇ મત્ત ગજેન્દ્ર માફક તે ડગલા ભરતો હતો = ઉપમા

ક્યારેક ચાંદનીથી ઝળાહળાં થતી નદીઓ જેવો = ઉપમા

ખરેખર આપણે સૂકા પાંદડાં જેવા ખખડયા કરીએ છીએ = ઉપમા

ગિલાનો હાથ હેન્ડલપર હોય કે નો હોય,છકડોતો રોકેટ જેમ ઊડતો જાય = ઉપમા

ગિલાનો હાથ હેન્ડલ પર હોય કે નો હોય, છકડોતો રોકેટ જેમ ઊડતો જાય = ઉપમા

ગુલછડી સમોવડી હતી એક બાલિકા નમણી. = ઉપમા

ઘઉંની ફલક સોના જેવી થઇ જાય છે.= ઉપમા

જિંદગીનો મારો અભિગમ શૂન્યવત્ જેવો થઇ ગયો = ઉપમા

જેવો ખાખર ફૂલ્યો ફાગણનો તેવી દીસે દેહ. = ઉપમા

જ્યાં દેવોના વર શો પુત્ર પામ્યાં પનોતો. = ઉપમા

ડોહાએ અપ્સરાના જેવી કન્યાના બાપના હથમાં બે રૂપિયા મૂક્યા.= ઉપમા

ડોહાના ગોઠણ છૂટા થઇ ગયા, કેડ સીધી થઇ ગઇ, સોટા જેમ ચાલવા લાગ્યો=ઉપમા

ડોહો સોટા જેમ હાલવાચાલવા લાગ્યો. = ઉપમા

તમે મને નોંધારી છોડીને સાવ સૂનમૂન સાધૂ જેવા થઇ ગયા = ઉપમા

તેનાં લાંબા કાળા વાળ સુર સરિતાના જલ સમા = ઉપમા

તેની ઘનુષ્ય જેવી આંખો સ્થિર અને સખત હતી = ઉપમા

તેનું પાતળું છટાદાર શરીર આ વસ્ત્રમાં ચંદ્રની ઉગતી કળા જેવું મોહક હતું = ઉપમા

તેનું હૃદય ફૂલ સમું સુકોમળ છે. = ઉપમા

તેનો હાથ કઠણ લાકડા જેવો લાગે છે = ઉપમા

દેવ નદી ઘાયલ વાઘણ જેવીએ લાગે છે = ઉપમા

ધીમે ધીમે તે ડગ ધરતો,કોઈ મત્ત ગજેન્દ્રની માફક. = ઉપમા

પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું.= ઉપમા

પુરુષની માફક સ્ત્રી પણ કેળવણી લઇ શકે છે = ઉપમા

પોતે રચેલી માયામાં આત્મતત્વ પેઠે ટાઇમ ટેબલમાં બંધાઉ છું. = ઉપમા

ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં બાપુ ! = ઉપમા

બળતા અંગારા જેવી આંખો સ્થિર કરી = ઉપમા

બીજા બાપડા, પહાણ સરીખા પારખ્યા. = ઉપમા

ભગિની પ્રેમની ભૂખ રહી ગઇ = ઉપમા

મંદિરમાં થતી પ્રાર્થના અમારી મસ્જિદમાં થતી નામજની જેમ એક જ સ્થાને પહોંચે છે  = ઉપમા

મને એનું વચન અપનામ જેવું લાગ્યું = ઉપમા

મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. = ઉપમા

મહુડાના કેટલાક વૃક્ષો  ઘમ્મરઘટ વડલા જેવા. = ઉપમા

માણસો માખીઓની જેમ મરતા હતા.= ઉપમા

મુંજ જેવો  કલંકી પુરુષ બીજો પૃથ્વી ઉપર કોઇ નથી = ઉપમા

મુગ્ધ કન્યા જેવી નદી આનંદથી સૂર્યના પ્રકાશમાં સ્નાન કરતી હતી.= ઉપમા

મોતી જેવી સફેદ, તેવી સુંદર સુવાળી. = ઉપમા

રૂપે અરુણ ઉદય સરખો. = ઉપમા

વજ્જર સમણા કોટના ગઢને તપાસીએ. = ઉપમા

શરૂઆતમાં એ લોકો પીળા વાઘ જેવા લાગતા. = ઉપમા

શશીમુખ સરખું સુખ પાસે. = ઉપમા

શામળ કહે બીજા બાપડા,પ્હાણ સરીખા પારખ્યા. = ઉપમા

શિશુ  સમાનગણી સહદેવને. = ઉપમા

સત્તા સુકા ઘાસ બરાબર,બળી આસપાસ બાળે. = ઉપમા

સત્યનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે. = ઉપમા

સર્પણી સરખી આવી પેઠી અભિમન્યુને અંગ. = ઉપમા

સાણેશ્વરના જંગલોની જેમ બારિયા જતાં મહુડાનું વન પીળાશથી

છલકાઇ જ તું = ઉપમા

રૂપક અલંકાર

અંતરે આંસુના નીરના કૈં ઝરા. = રૂપક

અખંડ અને અવિભાજય સમયના કટકા કરી નાખ્યા = રૂપક

અમે રે સુકું રૂનું પૂમડું,તમે અત્તર રંગીલા રસદાર. = રૂપક

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધાજી રે ! = રૂપક

આ સંસારસાગર તરવો સહેલો નથી. = રૂપક

આકાશમાં પ્રકાશનો ભવ્ય મહોત્સવ શરૂ થઇ ગયો = રૂપક

આજે સ્ત્રીએ દુઃખદાયી ઝાંઝરિયાં પહેર્યાં નથી = રૂપક

આપણી ચેતનાનો ફૂવારો ઉડી શકતો નથી = રૂપક

ઈંટમાટીને આંગણે રંભારૂપ શી હવે લ્હેકે. = રૂપક

ઊંગતાને પાયે જગની જેલ. = રૂપક

એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. = રૂપક

કેળવણી પામેલું સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ  ખોતું નથી = રૂપક

કેળવણી રહિત સ્ત્રી વાળો સંસાર સિંહવાધના વાસવાળું ભયંકર રાન છે = રૂપક

ક્યારે રે આંબો ટહુક્યો એની વનમાં મ્હેકી વાત. = રૂપક

ખારવાનો આ મનખાદેહ સાવલી જેવો થાય. = રૂપક

ગુજરાતની ભૂમિ જોઇ હું આંદોલિત થઇ ગયો છું = રૂપક

ઘર ધંધાની ઘાણી રે, તેમાં તેલિયા તાણે. = રૂપક

ચંપક ઝાડ થઇ ગયો = રૂપક

છકડો જીવતું પ્રાણી બની ગયેલો.= રૂપક

છકડો સડક થઈ ગયો, છકડો પવનપંથી ઘોડો થઈ ગયો. = રૂપક

જાગ,જગન,જપ તપને તીરથ,તેમાં સૌથી મોટો સત્સંગ. = રૂપક

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. = રૂપક

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. = રૂપક

ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેઠલું નાળું વટે કે ખીલો થઈ જાય.= રૂપક

ડામર ડમરો થઈને મહેકે = રૂપક

તન જોગી મન કંચન કામની = શબ્દાનુપ્રાસ / રૂપક

તમારાં ચરણોમાં ધરું કર્તવ્ય – કુસુમો ! = રૂપક

તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું. = રૂપક

તેના હ્યદયમાં એક ગર્વની ઊર્મિ થઇ આવી = રૂપક

દમયંતીનું મુખ તો ચન્દ્ર છે. = રૂપક

દરેક મનુષ્ય પૂર્ણ પરમાત્માનો એક અંશ છે = રૂપક

દાદા કેસરી સિંઘના મગજમાં આંધીના જોશથી સ્મૃતિઓ ટકરાઈ રહી હતી = રૂપક

ધણી એટલે જ મૂર્ખ = રૂપક

ધણી સુરભિ સુત છે. = રૂપક

નવપલ્લવોને મમતાભરી નજરે નિહાળતા સ્વામીજી શું બોધિવૃક્ષ નથી ? = રૂપક

પંડની પેટીમાં પારસ છે પડ્યો. = રૂપક

પ્રકૃતિ ખુદ એક માહાન કવિતા છે = રૂપક

પ્રકૃતિ મારી મા રહી છે = રૂપક

પ્રેમપંથ પાવકની જ્વાલા ! = રૂપક

ફળીમાં આહલાદનું એક હળવું મોજું ફરી વળ્યું. = રૂપક

ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. = રૂપક

ફૂંટી એને રૂંવે રૂંવે આંખ. = રૂપક

બપોર એ મોટું શિકારી કૂતરું છે. = રૂપક

બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી. = રૂપક

ભણેલી સ્ત્રીથી સંસાર એક રમણીય બાગ બને છે. = રૂપક

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. = રૂપક

મન ! લોચનનો પ્રાણ તું,મનલોચન રીત. = રૂપક

મનહ્યદય હળવા ફૂલ થઇ જાય છે = રૂપક

મનુષ્ય લાગણી શીલ પ્રાણી છે.= રૂપક

મને કેળવણીની માયા જાળમાં ફસાવી દીધો. = રૂપક

મહુડાએ નર્યા રેખાઓના માળખા જેવા લાગે. = રૂપક

મહુડો વસંત અને ગ્રીષ્મ વચ્ચેની સાકળ બની ર્રહે છે. = રૂપક

મીરાં કે પ્રભુ,શ્વાસ અમારો કેવળ એક ટપાલી. = રૂપક

મુંજના અંગે અંગમાંથી દિવ્યતા ઝરતી હતી. = રૂપક

મુંજે એક હાસ્યબાણ છોડ્યું. = રૂપક

મુંજે ફરીથી ઊંચું જોયું,એક હાસ્યબાણ છોડયું. = રૂપક

મેઘ પર મેઘના ડોલતા ડુંગર. = રૂપક

રાજા અને રાણીનાં મોઢાં પર ચિંતાની છયા પથરાઈ ગઈ. = રૂપક

રાતે તડકાએ સીમમાં રાત વાસો કર્યોં. =  રૂપક

રોમદ્વારે સર્યું વેગે રક્ત વારિત્વ પામવું. = રૂપક

રૌપ્યઘંટા અહો ! વાગી,ઉઘડયું મુખ આખરે. = રૂપક

વદન સુધાકરને રહું નિહાળી = રૂપક

વદન સુધારકને રહુ નિહાળી = રૂપક

વાણી તો બાણને ફૂલ કાં વીંધી કાં વધામણી. = રૂપક

વૃક્ષ જીવતો જાગતો દેવ છે. = રૂપક

વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. = રૂપક

વેશ-ટેક છે આડી ગલી. = રૂપક

શાળા મહાશાળાની પરિક્ષાના ચક્રાવામાં નાખી દીધો = રૂપક

સુર-અસુરના આ નવયુગી ઉદધિ- વલણો. = રૂપક

સૂણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ! = રૂપક

હરખને શોક ની નાવે  જેને હેડકી. = રૂપક

ઉત્પ્રેક્ષા અલંકાર

આખા જડબામાં જાણે દાઢ હોય તેમ જણાતું હતું. = ઉત્પ્રેક્ષા

મારી સફળતાને જાણે પોતાની સિદ્ધિ સમજતા. = ઉત્પ્રેક્ષા

કાયાના સરોવર જાણે હેલે ચઢ્યા. = ઉત્પ્રેક્ષા

ખુદા જાણે તેમની પાસે આવી ઉભારહ્યા. = ઉત્પ્રેક્ષા

ગિલાને જાણે કેમેરાવાળાની ખબર હોય એમ કેમેરા સામું હસી રહ્યો. = ઉત્પ્રેક્ષા

ગિલો જાણે છકડો. = ઉત્પ્રેક્ષા

જયાંત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ. = ઉત્પ્રેક્ષા

જાણે એક માની ગોદમાંથી બીજી માની ગોદમાં આવી ગયો = ઉત્પ્રેક્ષા

જાણે તેમનો જવાબ હું સમજી શકીશ કે નહી = ઉત્પ્રેક્ષા

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ. = ઉત્પ્રેક્ષા

થાય છે મારી નજર જાણે હરણ રહે ઠેકતી ઘાસમાં. = ઉત્પ્રેક્ષા

થાય છે મારી નજર જાણે હરણ,ને રહે છે ઠેકતી એ ઘાસમાં. = ઉત્પ્રેક્ષા

દમયંતીનું જાણે પૂનમનો ચન્દ્ર. = ઉત્પ્રેક્ષા

દર્દ અને ઉપેક્ષા ગળગૂથીમાંથી મળેલા = ઉત્પ્રેક્ષા

દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથીમાંથી જ મળેલાં. = ઉત્પ્રેક્ષા

મન જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું. = ઉત્પ્રેક્ષા

વપુતેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયરભાણ. = ઉત્પ્રેક્ષા

શરૂઆતમાં નાયકા પીળા ચટાક વાઘ જેવા લાગતા. = ઉત્પ્રેક્ષા

સવારે પાકેલા ખેતર ઉપર કાન માંડીએ તો જાણે સોનેરી ઘંટડીઓ

રણકતી ના હોય! = ઉત્પ્રેક્ષા

સવારે પાકેલાં ખેતરો પર કાન માંડીએ તો રણકતાં સંભળાય જાણે સોનેરી

ઘંટડીઓ રણકતી ના હોય !  = ઉત્પ્રેક્ષા

સૂર્યમુખીનાં ખેતરો વઢાઈ જાય પછી જાણે સૂરજ વધારે કરડાકીવાળો બને છે.=ઉત્પ્રેક્ષા

હૈયું જાણે હિમાલય. = ઉત્પ્રેક્ષા

વાદળ ની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ !

શંકાઓ એવી રીતે રજૂ કરતા કે જાણે ખુદા તેમની સામે તેનો નિકાલ કરવા જ ઊભા હોય !

વ્યતિરેક અલંકાર

ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે. = વ્યતિરેક

અમે તો તારાં નેણ બિલોરી,વેણથી યે બોલકાં ગોરી ! = વ્યતિરેક

કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું ! = વ્યતિરેક

ગંગાના નીરતો વધે ઘટે રે લોલ,સરખો એ પ્રેમનો પ્રવાહ રે. = વ્યતિરેક

તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે. = વ્યતિરેક

તે કરતાં ‘ચંદ્રવદની’કહી તો કયાં હું ને ચંદ્ર એક રાસે રે ! = વ્યતિરેક

તેનું મુખ સદાયે પ્રકાશે છે,ચન્દ્ર તો કેવળ રાત્રે જ પ્રકાશે છે. = વ્યતિરેક

દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. = વ્યતિરેક

બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું. = વ્યતિરેક

સાગર સમાન ઉદાર તે,કિન્તુ સાગર નીર ખારાં ખારાં. = વ્યતિરેક

સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માઞ. = વ્યતિરેક

હલકા તો પારેવાની પાંખથી,મ્હાદેવથીય મોટાજી. = વ્યતિરેક

શ્લેષ અલંકાર

અને હૃદય નામે પુનિત શ્વેત વાર્ધક્યને. = શ્લેષ

આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે ! = શ્લેષ

જવાની તો આખરે જવાની છે. = શ્લેષ

જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. = શ્લેષ

તપેલી તપેલી છે. = શ્લેષ

રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. = શ્લેષ

રવિને પોતાનો તડકો ગમેતો જાય કયાં. = શ્લેષ

સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે. = શ્લેષ

હું માનવી માનવ થાઉં તો ઘણું. = શ્લેષ

ચોમાસું આવતાં સૃષ્ટિ નવું જીવન મેળવે. = શ્લેષ

પાનીમાં પાણી નથી પાણી કેમ કપાશે ? = શ્લેષ

સજીવારોપણ અલંકાર  

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? = સજીવારોપણ

આભ રુવે એની નવલખ ધારે ! = સજીવારોપણ

આલિંગે વલ્લરી તરુવરને ! = સજીવારોપણ

ઊગી જવાય વાડે,જો આ ક્ષણે વતન હોય. = સજીવારોપણ

ઋતુંઓ વૃક્ષોને વહાલ કરતા થકતી નથી. = સજીવારોપણ

ઋતુને દૂર વહી જતી જોઇ રહું છું. = સજીવારોપણ

એક તરફ છિપાઈ ગઈ રણની તૃષા. = સજીવારોપણ

એક તો તીફાની રાત ને વાયરો રમણે ચઢ્યો. = સજીવારોપણ

ઓઢી આષાઢનાં આભલાં જંપી જગની જંજાળ. = સજીવારોપણ

કંઈ કાલનું કાજળ મૂકી ધીમે બુઝાતું કોડિયું. = સજીવારોપણ

ખૂંદી ખમે માતા પ્રથમી,વાઢી ખમે વનરાઈ. = સજીવારોપણ

ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાઈ. = સજીવારોપણ

ચાંદની ચાદર ઓઢીને સૂતેલા ડુંગરા = સજીવારોપણ

ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. = સજીવારોપણ

ડાળીએ તિમિર ડોકિયું કરી તાકતું તારો કેડો. = સજીવારોપણ

ડુંગરાઓ પરની હરિયાળીએ નવો વેશ સજી લીધો છે = સજીવારોપણ

તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય. = સજીવારોપણ

તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય. = સજીવારોપણ

તડકાનું પોતું જાય લુછ્તું છાંયડા ભીનું ભીનું. = સજીવારોપણ

ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી. = સજીવારોપણ

દૂરના ડુંગરો સાદ કરીને બોલતા હતા. = સજીવારોપણ

દોડ્યો વ્હેળો વહનગીતમાં પ્રશ્ન મારો ડુબાવી.= સજીવારોપણ

નખશિખ નશામાં ઝાડ કૈં ડોલ્યા કરે,ડોલ્યા કરે. = સજીવારોપણ

ને આ બુઠ્ઠો વડ પણ નકારે જ માથું હલાવી. = સજીવારોપણ

પવનના પાંદડાં જોડે ગમ્મત કરે છે = સજીવારોપણ

પ્રાણ તરસ્યા રણની ચીસો સાંભળી,ઝાંઝવાંએ અજબ યુક્તિ કરી. = સજીવારોપણ

ભડી ફરતે સોસાયટીનાં મકાનો ઊગી ગયાં છે. = સજીવારોપણ

મને લાગ્યું કે ચાંદો બહુ ધીમે ધીમે ચાલી રહ્યો છે. = સજીવારોપણ

મુગ્ધ કન્યા જેવી નદી આનંદથી સૂર્યના પ્રકાશમાં સ્નાન કરતી હતી. = સજીવારોપણ

મેઘ પર મેઘના ડોલતા ડુંગર. = સજીવારોપણ

રાત ભૂરી ટેકરીઓ પર નિર્વસ્ત્ર બનીને હારબદ્ધ બેસી પડે છે. = સજીવારોપણ

રાતે તડકાએ સીમમાં રાત વાસો કર્યોં. = સજીવારોપણ

રાતોરાત વનપડ પડખું બદલી લે છે. = સજીવારોપણ

સડક પડખું ફેરવીને સૂઇ ગઇ હોય = સજીવારોપણ

સૂનાં સ્થાનો સજીવ થયાં,સાંભળું કંઠ જૂના. = સજીવારોપણ

હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. = સજીવારોપણ

અનન્વય અલંકાર

અંતર જેવું ઓઢણું રાખજે,ને ઓઢણા જેવું અંતર. = અનન્વય

આક્કાનું વર્તન એટલે આક્કાનું વર્તન = અનન્વય

જોગના ધોધ એટલે જોગના ધોધ. = અનન્વય

ટંડેલાઈ ઈ ટંડેલાઈ. = અનન્વય

ધૈર્ય ધરણીના જેવું ધૈર્ય ધરણીના સમી ! = અનન્વય

મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો . = અનન્વય

મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો. = અનન્વય

માં તે માં બાકી વગડાનાં વા  = અનન્વય

સાપ એટલે ચક્ષુ:શ્રવા. = અનન્વય

હિમાલય તે હિમાલય = અનન્વય

મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો. = અનન્વય

ગાંધીબાપુ ઈ ગાંધીબાપુ = અનન્વય

 
1 ટીકા

Posted by on માર્ચ 16, 2022 માં Uncategorized